વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સીટી ખાતે યોજાશે ભવ્ય ‘રામોત્સવ’: ગીતાબેન રબારીના ડાયરા સહિતના સાંસ્ક

વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સીટી ખાતે યોજાશે ભવ્ય ‘રામોત્સવ’: ગીતાબેન રબારીના ડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો માણી શકાશે

01/13/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સીટી ખાતે યોજાશે ભવ્ય ‘રામોત્સવ’: ગીતાબેન રબારીના ડાયરા સહિતના સાંસ્ક

સુરત, તા. 13 જાન્યુ.: અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા આડે ગણતરીના દિવસો બાકી છે, અને આખા દેશમાં એનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી પણ રામમય થઇ રહી છે. તારીખ 16 થી 22 જાન્યુઆરી – સતત સાત દિવસ દરમિયાન યુનિવર્સીટી પરિસર ખાતે ભવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.


દરેક કાર્યક્રમમાં વણાયેલા હશે રામ અને રામાયણ

દરેક કાર્યક્રમમાં વણાયેલા હશે રામ અને રામાયણ

મર્યાદાપુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના જન્મ સ્થળ અયોધ્યા ખાતે જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા  વિશ્વ વિદ્યાલયના પ્રાંગણમાં 16 જાન્યુઆરી 2024 થી 22 જાન્યુઆરી 2024 સુધી શ્રી રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પારંપરિક ગરબા , શાસ્ત્રીય નૃત્ય, નૃત્ય નાટિકા, જનજાતિ નૃત્ય, લાઈવ કોન્સર્ટ , ડાયરો , મહાઆરતી, રામરથયાત્રા અને પ્રાણપ્રતિષ્ઠા જેવા કાર્યક્રમ યોજાશે. આ દરેક કાર્યક્રમની ખાસિયત એ હશે કે એમાં રામ અને રામાયણ વણાયેલા હશે.

આ કાર્યક્રમો રોજ સાંજે 7 થી 10:30 સુધી ચાલશે. જે અનુસંધાને કુલપતિ નિવાસ સ્થાને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં કુલપતિ શ્રી કે એન ચાવડા કુલસચિવ શ્રી આર સી ગઢવી તથા સિન્ડીકેટ સભ્ય ડો. કશ્યપ ખરચીયા , ડો. પારુલ વડગામા, સંજય લપસીવાલા, કનુ ભરવાડ, ડો.પોરુયા, હસમુખ પટેલ, વિમલ દેસાઈ, ડો. દીપક ભોયે વગેરેની હાજરી માં પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો, રેડિયો જોકીઝ તેમજ સોશિયલ મિડિયા ઇન્ફ્લુઅન્સર ઉપસ્થિત રહ્યા હતા અને  પ્રશ્નોતરી કરી હતી.


ગીતાબેન રબારીના ડાયરા સહિત કાર્યક્રમો

ગીતાબેન રબારીના ડાયરા સહિત કાર્યક્રમો

રામોત્સ્વ હેઠળ યોજાનારા કાર્યક્રમોની શૃંખલા અંતર્ગત 16 તારીખે ઉદઘાટન સાથે ગરબાનું આયોજના થયું છે, જેમાં ગરબાના વિવિધ ગ્રુપ્સ ભાગ લેશે. 17 તારીખે શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ યોજાશે. 18 તારીખે નાટિકા અને નૃત્ય નાટિકા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો હશે. 19મીએ સંગીત સંધ્યા હશે જેમાં જાણીતા કલાકાર હાર્દિક દવેનું બેન્ડ પરફોર્મ કરશે. અને 20મીએ જનજાતીય નૃત્યનો કાર્યક્રમ યોજાશે, જેમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ પરફોર્મ કરશે. તારીખ 21ના રોજ જાણીતા લોકકલાકાર ગીતાબેન રબારીનો ડાયરો યોજાશે, સાથે જ મહાઆરતી પણ યોજાશે. આ તમામ કાર્યક્રમોમાં પ્રવેશ નિ:શુલ્ક હોવાથી કોઈ પણ માણવી એ માણી શકશે. તમામ કાર્યક્રમો નિયત તારીખે સાંજે 7.૦૦ વાગ્યાથી શરુ થશે.


22મીએ રામ રથયાત્રા અને અયોધ્યાનું જીવંત પ્રસારણ

તારીખ 22મીની સવારે રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા યુનિવર્સીટીથી નીકળીને આજુબાજુના વિસ્તારોમાં ફરશે અને યુનિવર્સીટી પર પાછી ફરશે. એ પછી અયોધ્યામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની હાજરીમાં યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલીકાસ્ટ નિહાળવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત રામોત્સવ નિમિત્તે યુનિવર્સીટીમાં વિશાળ કટઆઉટ અને સેલ્ફી પોઈન્ટસ લગાવવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top