10 ભાગોમાં વહેંચાતા જ આ શેરોને ખરીદવાની મચી હોડ, કિંમત 90 કરતાં ઓછી, પહોંચ્યા 52 વીક હાઇ

10 ભાગોમાં વહેંચાતા જ આ શેરોને ખરીદવાની મચી હોડ, કિંમત 90 કરતાં ઓછી, પહોંચ્યા 52 વીક હાઇ

12/30/2023 Business

SidhiKhabar

SidhiKhabar

10 ભાગોમાં વહેંચાતા જ આ શેરોને ખરીદવાની મચી હોડ, કિંમત 90 કરતાં ઓછી, પહોંચ્યા 52 વીક હાઇ

વર્ષ 2023ના અંતિમ કારોબારી દિવસે શેર બજારમાં ભલે નફા વસૂલી હાવી રહી હોય, પરંતુ કેટલાક પેની સ્ટૉક્સને ખરીદવાની હોડ મચી ગઈ. શેર બજારમાં લિસ્ટેડ એવા કેટલાક પેની સ્ટોક્સ (Penny Stock) છે, જેમણે વર્ષના અંતિમ ટ્રેડિંગ દિવસે 10 ટકા કે તેનાથી વધુનું રિટર્ન આપ્યું છે. એવો જ એક સ્ટોક HMA એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (HMA Agro Industries Ltd)નો છે. આ પેની સ્ટોકમાં શુક્રવારે 10 ટકા અપર સર્કિટ લાગી ગયું. જો કે, આ સ્ટોક પહેલા પેની કેટેગરીમાં નહોતો.


શું છે શેરની કિંમત:

શુક્રવારે આ શેરની ઓપનિંગ 76 રૂપિયા પર થઈ હતી. તો ટ્રેડિંગ દરમિયાન શેરની કિંમત 84 રૂપિયા પર પહોંચી ગઈ. જે શેરના 52 અઠવાડિયાનું હાઇ પણ છે. શેરના 52 અઠવાડિયાનું નીચલું સ્તર 56.48 રૂપિયા છે. 13 જુલાઇના રોજ શેરે આ સ્તરને ટચ કર્યું હતું.


ટુકડાઓમાં વહેચાયા શેર:

ટુકડાઓમાં વહેચાયા શેર:

HMA Agro Industries Ltdના સ્ટોક વિભાજન માટે રેકોર્ડ તારીખ 29 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી. ગત 8 નવેમ્બરે કંપની બોર્ડે 1:10 અનુપાતના ઇક્વિટી શેરોના ઉપ-વિભાજનને મંજૂરી આપી હતી. તેના માધ્યમથી 1 શેરને 10 ટુકડાઓમાં વહેચવામાં આવ્યો. શેરોના ટુકડામાં વહેંચવાના કારણે તેની કિંમત 100 રૂપિયાથી પણ ઓછી થઈ ગઈ છે.


જૂનમાં આવ્યો હતો IPO

HMA Agro Industries Ltdનો IPO જૂન 2023માં આવ્યો હતો. આ IPOની કુલ સાઇઝ 480 કરોડ રૂપિયા હતી. કંપની દ્વારા IPO માટે 555-585 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી હતી. આ IPOમાં 150 કરોડ રૂપિયાનું ફ્રેશ ઇશ્યૂ અને 330 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ (OFS) હતા. તો લિસ્ટિંગ 600 રૂપિયાને પાર થઈ હતી.


કંપની બાબતે:

કંપની બાબતે:

HMA Agro Industries Ltd ચર્ચિત બીફ એક્સપોર્ટર કંપની છે. ભારતના કુલ બીફ એક્સપોર્ટનો 10 ટકાથી વધુ હિસ્સો HMA Agro Industries Ltd પાસે છે. આ કંપની ‘બ્લેક ગોલ્ડ’, ‘કામિલ’ અને ‘HMA’ બ્રાન્ડ નામો હેઠળ બીફ પેક કરીને 40 કરતાં વધુ દેશોમાં નિકાસ કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top