6 મહિનામાં 120 ટકાથી વધુનું રિટર્ન, કંપનીના શેરોમાં લાગ્યું 10 ટકાનું અપર સર્કિટ, 20 જાન્યુઆરીએ

6 મહિનામાં 120 ટકાથી વધુનું રિટર્ન, કંપનીના શેરોમાં લાગ્યું 10 ટકાનું અપર સર્કિટ, 20 જાન્યુઆરીએ થશે મોટો નિર્ણય

01/06/2024 Business

SidhiKhabar

SidhiKhabar

6 મહિનામાં 120 ટકાથી વધુનું રિટર્ન, કંપનીના શેરોમાં લાગ્યું 10 ટકાનું અપર સર્કિટ, 20 જાન્યુઆરીએ

છેલ્લા એક વર્ષ દરમિયાન જે એક કંપનીના શેરોની કિંમતોમાં તોફાની તેજી જોવા મળી છે, એ શેર વારી રિન્યુએબલ ટેક્નોલોજીસ (Waaree Renewable Technologies) છે. શુક્રવારે આ કંપનીના શેરોમાં 10 ટકાનું અપર સર્કિટ લાગી ગયું હતું. તેની પાછળનું કારણ સ્ટોક સ્પ્લિટ સાથે જોડાયેલા સમાચારને માનવામાં આવી રહ્યું છે. શુક્રવારે શેરોની કિંમત બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં બજાર બંધ થવાના સમય પર 2689.40 રૂપિયા હતી.


20 તારીખે થશે મોટો નિર્ણય:

20 તારીખે થશે મોટો નિર્ણય:

કંપનીએ 4 જાન્યુઆરીના રોજ બજારોને જણાવ્યું હતું કે 20 જાન્યુઆરી 2024ના રોજ બોર્ડની મીટિંગ થવા જઇ રહી છે. આ દિવસે કંપની તરફથી નિર્ણય લેવામાં આવશે કે શેરોના ભાગલા થશે કે નહીં. આ સમાચારે શુક્રવારે કંપનીના શેરોમાં તેજી લાવી હતી.


1 વર્ષમાં 450 ટકાનું રિટર્ન:

1 વર્ષમાં 450 ટકાનું રિટર્ન:

છેલ્લા એક મહિના દરમિયાન આ મલ્ટીબેગર સ્ટોકની કિંમતોમાં 80 ટકા કરતાં વધુની તેજી જોવા મળી છે. તો 6 મહિનાથી હોલ્ડ કરનારા રોકાણકારોને અત્યાર સુધી 120 ટકાથી વધુનો નફો થઈ ચૂક્યો છે. માલામાલ કરનાર આ શેરોની કિંમત 1 વર્ષમાં 450 ટકા વધી ચૂકી છે. BSEમાં કંપનીનું 52 વીક હાઇ 2703.95 રૂપિયા પ્રતિ શેર છે. તો 52 વીક લો લેવલ 470 પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 1344.48 કરોડ રૂપિયાનું છે.


શું કરે છે કંપની:

શું કરે છે કંપની:

Waree ગ્રુપ સોલર જેવા ગ્રીન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. હાલના સમયમાં ગ્રુપે 10,000થી વધુ સોલર પ્લાન્ટ ઇન્સ્ટોલ કર્યા છે. જેની કુલ ક્ષમતા 600 કરતાં વધુ મેગાવોટની છે. ઉલ્લેખનીય છે કે Waaree Renewable Technologiesને પહેલા સંગમ રિન્યુએબલ લિમિટેડ (Sangam Renewables Ltd)ના નામથી ઓળખાતી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top