વિવેક બિંદ્રાનો વિવાદો સાથે જૂનો છે સંબંધ, આ મામલે મોરબીના ઉદ્યમીઓ પાસે માંગવી પડી હતી માફી

વિવેક બિંદ્રાનો વિવાદો સાથે જૂનો છે સંબંધ, આ મામલે મોરબીના ઉદ્યમીઓ પાસે માંગવી પડી હતી માફી

12/23/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વિવેક બિંદ્રાનો વિવાદો સાથે જૂનો છે સંબંધ, આ મામલે મોરબીના ઉદ્યમીઓ પાસે માંગવી પડી હતી માફી

વિવેક બિંદ્રા હાલમાં વિવાદોમાં છે. તેમના પર આરોપ છે કે તેમણે પોતાની પત્નીના વાળ ઉખાડી દીધા હતા અને એટલી મારી હતી કે પત્નીના કાનનો પડદો ફાટી ગયો હતો. પોતાની પત્નીને નિર્દયતાથી મારવાના સંગીન આરોપમાં ફસાયેલા મોટિવેશનલ વક્તા વિવેક બિંદ્રા (Motivational speaker Vivek Bindra)આ પહેલી વખત વિવાદો (Controversy)માં આવ્યા નથી. પોતાના વીડિયોમાં મોટી મોટી વાતો કરવાના ચક્કરમાં વિવેક બિંદ્રા ઘણી વખત માફી માંગી ચૂક્યા છે. વિવેકે આ વર્ષે ફેબ્રુઆરીમાં મોરબી (ગુજરાત)ના ઉદ્યમી (Morbi Industrialist)ઓ પાસે માફી માંગવી પડી હતી. ચાલો તો એ અંગે વિગતે માહિતી મેળવીએ.


મોરબીના ઉદ્યમીઓએ કર્યો હતો વિરોધ:

મોરબીના ઉદ્યમીઓએ કર્યો હતો વિરોધ:

મોરબી મામલે પણ વિવેક બિંદ્રાનું ગેર-જવાબદારીપૂર્ણ વલણ સામે આવ્યું હતું. તેમણે પોતાના એક વીડિયોમાં ગુજરાતના ટાઇલ્સ હબ મોરબીને લઈને અપમાજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ મોરબીની ટાઇલ્સ (Morbi Tiles)ને ખરાબ બતાવી હતી. આ વીડિયોમાં બિંદ્રાએ કહ્યું હતું કે પહેલા બિલ્ડર તમને ઇટાલિયન ટાઇલ્સ દેખાડી દેશે અને પછી મોરબીની ખરાબ ટાઇલ્સ લગાવી દેશે. વિવેકના વીડિયોમાં આ કોમેન્ટને લઈને તીખી પ્રતિક્રિયા સામે આવી હતી. વીડિયો વાયરલ થવા અને પછી મોરબી ટાઇલ્સ ઉદ્યમીઓએ સંગઠન દ્વારા કાયદાકીય કાર્યવાહીની ધમકી આપવામાં આવતા વિવેક બિંદ્રાએ પોતાની ભૂલ સ્વીકારવી પડી હતી. સખત વિરોધ બાદ પોતાના ફેસબુક પેજ પરથી માફી માંગીને વીડિયો હટાવવો પડ્યો હતો. મોરબીના સેરેમિક ટાઇલ્સ એસોસિસેશનના પદાધિકારીઓએ ત્યારે વિવેકને સખત ચેતવણી આપી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top