ભારતની આન-બાન-શાન બની રહેલ સંસ્થા ISROના વડાએ આપ્યા એક દુ:ખદ સમાચાર, એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું ક

ભારતની આન-બાન-શાન બની રહેલ સંસ્થા ISROના વડાએ આપ્યા એક દુ:ખદ સમાચાર, એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેઓને પોતાને...., જાણો સમગ્ર વાત

03/04/2024 National

SidhiKhabar

SidhiKhabar

ભારતની આન-બાન-શાન બની રહેલ સંસ્થા ISROના વડાએ આપ્યા એક દુ:ખદ સમાચાર, એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું ક

વિશ્વના સૌથી ઝડપથી વિકસતા દેશ ભારતની આન-બાન-શાન બની રહેલ સંસ્થા ISROના વડાને લઈને એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. એક બાદ એક નવી સિદ્ધિઓ હાંસલ કરી રહેલ ઈસરોના વડા સોમનાથ કેન્સરથી પીડિત થયા છે. ચોંકાવનારી વાત એ છે કે, ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1ના પ્રક્ષેપણના દિવસે જ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વડા એસ સોમનાથને કેન્સર હોવાનું માલૂમ પડ્યું હતુ.

ઈસરો ચીફ સોમનાથે જ એક ઈન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું હતું કે, સ્કેનિંગમાં કેન્સરની જાણ થઈ હતી. ચંદ્રયાન-3 મિશનના લોન્ચિંગ દરમિયાન પણ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી. જો કે તે સમયે કંઈ સ્પષ્ટ થયું ન હતું. જો કે આદિત્ય મિશનના દિવસે તેમને કેન્સર ડાયગ્નોસ થયું હતું.


લોન્ચિંગ બાદ સ્કેનિંગ કરાવ્યું હતું

લોન્ચિંગ બાદ સ્કેનિંગ કરાવ્યું હતું

સૌનું ધ્યાન આદિત્ય L-1ના લોન્ચિંગ પર હતુ. પરંતુ મને કેન્સર હોવાની વાત જાણતા સાથી વૈજ્ઞાનિકો મારા માટે  ચિંતિંત હતા. પરંતુ મેં આ પડકારજનક સ્થિતિમાં પોતાની જાત પર કાબૂ રાખ્યો. મારા પરિવાર અને ઈસરોના વૈજ્ઞાનિકોને લોન્ચિંગ પર ફોકસ કરવા અનુરોધ કર્યો હતો. સફળ લોન્ચિંગ બાદ પેટનું સ્કેનિંગ કરાવ્યું અને તેની પુષ્ટિ થઈ હતી. જો કે વધુ તપાસ અને સારવાર માટે તેઓ ચેન્નાઈ ગયા અને ત્યાં વધુ તપાસમાં માલૂમ પડ્યું કે, આ રોગ જીનેટીકલ એટલે કે આનુવંશિક રીતે વારસામાં મળ્યો છે. સોમનાથને પેટનું કેન્સર પકડાયું હતું.

ત્યારબાદ સોમનાથની સર્જરી થઈ અને બાદમાં કીમોથેરાપી ચાલતી રહી. એક સમયે આખો પરિવાર આઘાતમાં હતો. પરંતુ હવે સ્થિતિ સામાન્ય છે. સારવાર થઈ ગઈ છે અને ઈસરો વડા સ્વસ્થ થઈ ગયા છે.


સમય લાગશે પણ હું આ યુદ્ધ જીતીશ

સમય લાગશે પણ હું આ યુદ્ધ જીતીશ

સોમનાથે કહ્યું કે, મને ખ્યાલ છે કે સારવારમાં ઘણો સમય લાગશે. કેન્સર સામેની લડત એક લાંબી પ્રક્રિયા છે પરંતુ આ યુદ્ધમાં હું લડીશ. નોંધપાત્ર રિકવરી થઈ ગઈ છે. માત્ર ચાર દિવસ જ હું હોસ્પિટલમાં હતો. ત્યારબાદ કોઈ પણ જાતની પીડા વિના મેં પાંચમા દિવસથી ઈસરોમાં ફરી કામ શરૂ કરી દીધું હતું.

સોમનાથે કહ્યું કે, હું સતત મેડિકલ ચેકઅપ અને સ્કેન કરાવું છું. પરંતુ હવે હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છું. અમારા કામ અને ઈસરોના મિશન અને પ્રક્ષેપણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત છે. ઈસરોના ભવિષ્યના તમામ મિશન પૂર્ણ કર્યા પછી જ હું ઝંપીશ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top