ભારતીય રેલ્વે મધ્યમ અને નીચલા વર્ગના મુસાફરોને આપશે આ મહત્વની સુવિધા, તમારા ખિસ્સાને થશે

ભારતીય રેલ્વે મધ્યમ અને નીચલા વર્ગના મુસાફરોને આપશે આ મહત્વની સુવિધા, તમારા ખિસ્સાને થશે સીધો ફાયદો..!?

04/24/2024 National

SidhiKhabar

SidhiKhabar

ભારતીય રેલ્વે મધ્યમ અને નીચલા વર્ગના મુસાફરોને આપશે આ મહત્વની સુવિધા, તમારા ખિસ્સાને થશે

Indian Railway Food: ભારતીય રેલવે દ્વારા પોતાના મધ્યમ વર્ગના અને નીચલા વર્ગના મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા ખુબ સારો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ટ્રેનમાં મુસાફરી કરતાં મુસાફરોને નાસ્તા-પાણી માટે કે જમવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે. કારણ કે રેલ્વે દ્વારા કરવામાં આવી છે સાવ સસ્તામાં સારામાં સારી વ્યવસ્થા. જેમાં માત્ર 20 રૂપિયામાં તમને પેટ ભરીને ભોજન મળશે. જેનો મધ્યમ અને નીચલા વર્ગના મુસાફરોના ખિસ્સા પર સીધો અસર પડશે.


રાહત દરે ઉપલબ્ધ આ પોષણક્ષમ ભોજનની બે કેટેગરી

રાહત દરે ઉપલબ્ધ આ પોષણક્ષમ ભોજનની બે કેટેગરી

આ સાથે પાણી પણ માત્ર ત્રણ રૂપિયામાં ઉપલબ્ધ કરાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. તેથી હવે મુસાફરોને સ્ટેશન પર પાણી અને ખોરાક માટે ફાંફા મારવાની જરૂર નહીં પડે. આ માટે IRCTC દ્વારા નિયુક્ત વિક્રેતાઓ તેમનાં કાઉન્ટર પર સામાન્ય સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસ સુધીના મુસાફરોને પરવડે તેવી કિંમતે ભોજન અને પીવાના પાણીના પેકેટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

આ સુવિધાની મુસાફરોને સરળ ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે, ભોજન અને પાણી એ પ્લેટફોર્મ પર અનરિઝર્વ કોચ (સામાન્ય વર્ગના કોચ) નજીક સ્થિત કાઉન્ટર્સ પર જ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી મુસાફરો પોતાની ટ્રેનના કોચની નજીકના આ કાઉન્ટર પરથી સીધું ભોજન ખરીદી શકે છે. તેમણે વિક્રેતાઓને શોધવા જવાની કે સ્ટેશનની બહાર જવાની જરૂર નહીં પડે. રાહત દરે ઉપલબ્ધ આ પોષણક્ષમ ભોજનની બે કેટેગરી રાખવામાં આવી છે. જેમાં ઈકોનોમી મીલ ₹20માં અને કોમ્બો મીલ 50 રૂપિયામાં આપવામાં આવશે.


આ સુવિધા વધુ સ્ટેશનો સુધી વિસ્તારવામાં આવશે

આ સુવિધા વધુ સ્ટેશનો સુધી વિસ્તારવામાં આવશે

રેલવેએ દેશભરના કેટલાક વિવિધ સ્ટેશનો પર જનરલ કોચના મુસાફરોને ધ્યાનમાં રાખીને સસ્તા ભોજનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. જેના વિશે વાત કરતાં રેલવેના એક અધિકારીએ માહિતી આપી હતી કે, દેશના 100 સ્ટેશનો પર લગભગ 150 કાઉન્ટર દ્વારા મુસાફરોને આ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. અને ભવિષ્યમાં, આ સુવિધા વધુ સ્ટેશનો સુધી વિસ્તારવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top