મોડેલ દિવ્યા પાહુજા હત્યાકેસ : “એ લેસ્બિયન હતી અને વારંવાર મને...” હત્યારાના ખુલાસાથી નવો વળાંક

મોડેલ દિવ્યા પાહુજા હત્યાકેસ : “એ લેસ્બિયન હતી અને વારંવાર મને...” હત્યારાના ખુલાસાથી નવો વળાંક!

04/04/2024 National

SidhiKhabar

SidhiKhabar

મોડેલ દિવ્યા પાહુજા હત્યાકેસ : “એ લેસ્બિયન હતી અને વારંવાર મને...” હત્યારાના ખુલાસાથી નવો વળાંક

Divya Phuja case: આ વર્ષની શરૂઆતમાં જ હરિયાણા ખાતે એક ખૂબસુરત મોડેલ યુવતીની હત્યા થઇ હતી, જેમાં પોલીસ બરાબર ચકરાવે ચઢી હતી. 2  જાન્યુઆરીની રાત્રે 28 વર્ષની મોડેલ યુવતી દિવ્યા પાહુજાને મારીને નહેરમાં ફેંકી દેવાઈ હતી. પોલીસની જુદી જુદી 25 ટીમ સતત 11 દિવસ સુધી 100 કિલોમીટર જેટલા બહોળા વિસ્તારમાં તપાસ કરતી રહી, એ પછી સતત 48 કલાક ચાલેલા સઘન સર્ચ ઓપરેશન બાદ દિવ્યા પાહુજાની લાશ હરિયાણાના ફતેહાબાદ ખાતે ભાખરા નહેરમાંથી જડી આવી હતી. આ હત્યાની ઘટનાના બીજા જ દિવસે ત્રણ મુખ્ય આરોપીઓ હોટલ માલિક અભિજીત સિંહ, તેના કર્મચારી હેમરાજ અને ઓમ પ્રકાશની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુરુગ્રામનો ગેંગસ્ટર સંદીપ ગાધૌલી દિવ્યાનો બોયફ્રેન્ડ હતો.


દિવ્યા પોતાની હવસ સંતોષવા છોકરીની માગણી કરતી હતી!

દિવ્યા પોતાની હવસ સંતોષવા છોકરીની માગણી કરતી હતી!

દિવ્યા પહુજા હત્યા કેસમાં બુધવારે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ગુરુગ્રામ પોલીસે કોર્ટમાં રજૂ કરેલા ચલાનમાં અભિજીતનું નિવેદન સામેલ કર્યું છે. આ નિવેદન બાદ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મૉડલને શૂટ કરનાર હોટેલ માલિક અભિજીતના કહેવા પ્રમાણે દિવ્યા લેસ્બિયન હતી. તેને છોકરીઓમાં રસ હતો. અભિજીતે જણાવ્યું કે દિવ્યાએ પોતે જ તેને આ વાત કહી હતી અને સાથે જ પોતાની હવસ સંતોષવા ‘છોકરી’ની માંગણી પણ કરી હતી. જે બાદ તેણે દિવ્યાના ખાતર મેધા નામની છોકરીને દિલ્હીથી હોટલમાં બોલાવી હતી.


અભિજીતે જણાવ્યું કે દિવ્યા તેની પાસેથી 30 લાખ રૂપિયાની માંગણી પણ કરી રહી હતી. અભિજીતે તેને પહેલાથી જ ઘણા પૈસા આપી દીધા હતા. પરંતુ દિવ્યા તેની પાસે વારંવાર પૈસા માંગતી હતી. જેના કારણે તેણે ગુસ્સામાં આવીને દિવ્યાના કપાળ પર ગોળી મારી દીધી હતી.


અભિજિતને પણ હતા શારીરિક સંબંધો

અભિજિતને પણ હતા શારીરિક સંબંધો

અભિજીતે પોલીસને જણાવ્યું કે તે વર્ષ 2014માં દિવ્યાને મળ્યો હતો. અભિજીતે તેના અને દિવ્યાના ગેરકાયદેસર સંબંધો વિશે પણ જણાવ્યું. અભિજીત દિવ્યાને પૈસા આપતો હતો. નિવેદન મુજબ તે અત્યાર સુધી દિવ્યાને 3.5 લાખ રૂપિયા આપી ચૂક્યો હતો. જેમાં મોબાઈલ અને બાકીની રોકડ રૂ.1.40 લાખનો સમાવેશ થાય છે. પણ દિવ્યાને સંતોષ નહોતો, એ વધુને વધુ રૂપિયાની માગણી કરવા માંડી. દિવ્યાએ 30 લાખની માંગણી કરી હતી. જ્યારે અભિજીતે પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે દિવ્યાએ અભિજીતના પરિવાર અને મિત્રોને બધું કહી દેવાની ધમકી આપી હતી. જેથી અભિજિત બરાબરનો ફસાયો હતો.


1 જાન્યુઆરીએ, સવારે 3.15 વાગ્યે, અભિજિત બલરાજ અને દિવ્યા સાથે મિની કૂપર કારમાં ગુરુગ્રામની હોટલ જવા નીકળ્યો. બપોરે દિવ્યાએ તેને કહ્યું કે તે લેસ્બિયન છે. તેને છોકરી જોઈએ છે. જે બાદ અભિજીતે 3:30 વાગ્યે મેધાને ફોન કરીને હોટેલમાં બોલાવી હતી. એ પછી પણ દિવ્યાએ અભ્જીતને બ્લેકમેલ કરીને પૈસાની માગણી ચાલુ રાખી. આખરે સાંજે 6.00 વાગ્યે અભિજીતે પોતાની દેશી પિસ્તોલમાંથી ગોળીબાર કરીને દીવાયનું માથું વીંધી નાખ્યું. એ પછી પોતાના સાથીઓ બલરાજ અને રવિને ડેડબોડી, BMW કાર અને કેશ આપ્યા હતા. બલરાજ અને રવિએ દિવ્યાની લાશને ભાખરા નહેરમાં ફેંકી દીધી હતી, જે ઘટનાના બારમાં દિવસે પોલીસને મળી આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top