પ્રધાનમંત્રી મોદીએ પોતાના ૧૦ વર્ષના કાર્યકાળમાં કેટલી રજાઓ લીધી..!? જાણો આરટીઆઈમાં શું જવાબ આવ્

પ્રધાનમંત્રી મોદીએ પોતાના ૧૦ વર્ષના કાર્યકાળમાં કેટલી રજાઓ લીધી..!? જાણો આરટીઆઈમાં શું જવાબ આવ્યો?

04/17/2024 National

SidhiKhabar

SidhiKhabar

પ્રધાનમંત્રી મોદીએ પોતાના ૧૦ વર્ષના કાર્યકાળમાં કેટલી રજાઓ લીધી..!? જાણો આરટીઆઈમાં શું જવાબ આવ્

ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના 10 વર્ષ પુરા થઈ જશે. ત્યારે વારાણસીમાં રહેતા આરટીઆઈ કાર્યકર્તા અને દ્રષ્ટિ આઈએએસ કોચિંગના પ્રોફેસર શેખર ખન્નાએ પ્રધાનમંત્રી કાર્યાલાય પાસેથી  પીએમ મોદીના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન લીધેલી રજાઓનું વિવરણ માગ્યું હતું. આ આરટીઆઈનો જવાબ 15 એપ્રિલને જ્યારે શેખર ખન્ના પાસે આવ્યો તો તેઓ દંગ રહી ગયા.


એક મહિનામાં આવ્યો જવાબ

એક મહિનામાં આવ્યો જવાબ

શેખર ખન્નાએ જણાવ્યું કે, તેમણે 16 માર્ચ 2024ની ક્વેરીના ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી મોદીની રજાના સંબંધમાં પીએમઓ પાસેથી આ સંબંધમાં જાણકારી માગી હતી. તેના જવાબરૂપે 1 મહિનાની અંદર જ પ્રધાનમંત્રી કાર્યાલયના અપર સચિવ પ્રવેશ કુમાર તરફથી તેમને આ લેખિત જાણકારી મોકલી દેવામાં આવી છે. તેના જવાબ મુજબ આ 10 વર્ષમાં ઢગલાબંધ સરકારી રજાઓ આવી પણ પીએમ મોદીએ આ દરમિયાન એક પણ રજા લીધી નથી.

આરટીઆઈના જવાબમાં જણાવાયું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014માં પદભાર સંભાળ્યા બાદ સતત ડ્યૂટી પર છે. તેમણે એક પણ દિવસની રજા લીધી નથી. તેના જવાબને લઈને શેખર ખન્ના પણ ચોંકી ગયા. બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે જ્યારે પીએમ મોદીનું ઈન્ટરવ્યૂ લીધું હતું ત્યારે એક આ સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ દિવસમાં સાડા ત્રણથી ચાર કલાકની જ ઊંઘ લે છે. બાકી દિવસમાં તેઓ લગભગ 18 કલાક કામ કરે છે.


65700 કલાક દેશની સેવામાં અર્પણ કર્યા

65700 કલાક દેશની સેવામાં અર્પણ કર્યા

2014માં લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારથી પીએમ મોદી આ પદ પર સતત કાર્યરત છે. તેમણે 10 વર્ષ એટલે કે 3650 દિવસમાં 65700 કલાક દેશની સેવામાં અર્પણ કર્યા છે. તેનો મતલબ પીએમ મોદી દરરોજ 18 કલાક દેશની સેવામાં નિરંતર કામ કરતા રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top