ભયંકર આગમાં હોટેલ-દુકાનો લપેટાઈ.'આટલા લોકોનાં ઘટનાસ્થળે જ મોત! જુઓ વિડિઓ

ભયંકર આગમાં હોટેલ-દુકાનો લપેટાઈ.'આટલા લોકોનાં ઘટનાસ્થળે જ મોત! જુઓ વિડિઓ

04/25/2024 National

SidhiKhabar

SidhiKhabar

ભયંકર આગમાં હોટેલ-દુકાનો લપેટાઈ.'આટલા લોકોનાં ઘટનાસ્થળે જ મોત! જુઓ વિડિઓ

Patna Fire : પટણાના ફ્રેઝર રોડ પર આજે સવારે હોટલ અને બે દુકાનોમાં ભીષણ આગ લાગી છે.આગ એટલી ભીષણ હતી કે, ત્યાંના તમામ રસ્તાઓ બંધ કરવા પડ્યા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરી મચી હતી. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી, તેમાં હોટલ ઉપરાંત દુકાનો પણ હતી. હાલ ઘટનાસ્થળે કોતવાલી પોલીસ સ્ટેશનો સ્ટશનનો સ્ટાફ અને ફાયર બ્રિગેડની 20થી 25 ગાડીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 


ફાયર બ્રિગેડની 20 ગાડીઓ

ફાયર બ્રિગેડની 20 ગાડીઓ

બચાવ કર્મચારીઓ દ્વારા અત્યાર સુધીમાં 25થી 30 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં લાગેલી આગમાં કેટલાક બચાવ કર્મચારીઓને પણ આંશિક ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેમના મોત થયા છે, તેમની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. જ્યારે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની ઝપેટમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં 6 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ચાર મહિલાઓની હાલત ગંભીર છે.



આટલા લોકો હોસ્પિટલમાં દાખલ

આટલા લોકો હોસ્પિટલમાં દાખલ

પીએમસીએચ પ્રાચાર્ય ડૉક્ટર વિદ્યાપતિ ચૌધરીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 18 દર્દીઓને હોસ્પિટલ પહોંચાડા છે, જેમાંથી છના મૃત્યુ થયા છે. જ્યારે આઈસીયુમાં 12 વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. આ ભયાનક દુર્ઘટનામાં પાલ હોટલ અને તેની પાસેની હોટલ સંપૂર્ણ બળી ગઈ છે.

ફાયર બ્રિગેડ વિભાગના ડીઆઈજી  મૃત્યુંજય ચૌધરીએ કહ્યું કે, અત્યાર સુધીમાં 25થી 30 લોકોના બહાર કાઢવામાં આવ્યા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ભીષણ આગમાં હોટલની નીચે વધુ કારો પણ સળગી ગઈ છે. ઘટનાસ્થળે વધુ છ એમ્બ્યુલન્સ મંગાવાઈ છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top