Asian Games 2022 : એશિયન ગેમ્સ સ્થગિત, જાણો કેમ મુલતવી રાખવામાં આવી

Asian Games 2022 : એશિયન ગેમ્સ સ્થગિત, જાણો કેમ મુલતવી રાખવામાં આવી

05/06/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

Asian Games 2022 : એશિયન ગેમ્સ સ્થગિત, જાણો કેમ મુલતવી રાખવામાં આવી

સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોના વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચીનમાં સતત કોવિડ 19ના મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. દરમિયાન રમત જગતમાંથી (Game World) મોટા સમાચાર આવી રહ્યા છે કે એશિયન ગેમ્સ સ્થગિત કરવામાં આવી છે. ચીની મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે એશિયન ગેમ્સ (Asian Games) 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી. આ વર્ષે યજમાન બનવાનો ચીનનો વારો હતો અને ગેમ્સ ચીનના હાંગઝોઉમાં યોજાવાની હતી. દરમિયાન, એશિયન ઓલિમ્પિક કાઉન્સિલ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે આ ગેમ્સને સ્થગિત કરવામાં આવી રહી છે. જો કે એ જણાવવામાં આવ્યું નથી કે આ ગેમ્સને કેમ મોકૂફ રાખવામાં આવી છે. પરંતુ એવું માનવામાં આવે છે કે ફરી એકવાર કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે આવું કરવામાં આવ્યું છે.


અધિકૃત ન્યૂઝ ચેનલ CGTN ટીવી અનુસાર, એશિયન ઓલિમ્પિક કાઉન્સિલ (OCA) એ 19મી એશિયન ગેમ્સને સ્થગિત કરી દીધી છે, જેને ઓલિમ્પિક પછી બીજી સૌથી મોટી રમતગમતની ઘટના માનવામાં આવે છે. અગાઉના સમયપત્રક મુજબ, આ ગેમ્સ 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન શાંઘાઈથી લગભગ 175 કિમી દક્ષિણ પશ્ચિમમાં આવેલા ઝેજિયાંગ પ્રાંતની રાજધાની હાંગઝોઉમાં યોજાવાની હતી.


એશિયન ઓલિમ્પિક કાઉન્સિલે જાહેરાત કરી છે કે 10 થી 25 સપ્ટેમ્બર, 2022 દરમિયાન ચીનના હાંગઝોઉમાં યોજાનારી 19મી એશિયન ગેમ્સ મોકૂફ રાખવામાં આવશે, એમ ગેમ્સની સત્તાવાર વેબસાઇટ પરના નિવેદનમાં જણાવાયું છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે ચીન હાલમાં કોવિડ-19 સામે લડી રહ્યું છે. શાંઘાઈમાં દરરોજ રેકોર્ડ સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે, જે યજમાન શહેર હેંગઝોઉથી દૂર નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top