રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટના લેવામાં આવેલા નમૂનાઓ થયા ફેઇલ

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટના લેવામાં આવેલા નમૂનાઓ થયા ફેઇલ

12/07/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટના લેવામાં આવેલા નમૂનાઓ થયા ફેઇલ

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓ ફેઇલ થયા છે. બે જેટલા વેપારીઓએ હજારો લોકોના ઉપવાસ તોડ્યા છે. ફરાળી લોટમાં ઘઉં અને મકાઈનાં લોટનું મિશ્રણ કરવામાં આવતું હતું. મોહિત ખીમજી પરમાર પાસેથી લેવામાં આવેલા ફરાળી લોટનાં નમુના ફેઇલ થયા છે. ચેતનભાઇ નવીનચંદ્ર પારેખ ફરાળી પેટીસ બનાવતો હતો જેમાં મકાઈનાં લોટની હાજરી મળી છે. મહાનગરપાલિકા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે અવારનવાર ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા શ્રાવણ માસમાં લેવામાં આવેલા ફરાળી લોટના નમુના પરીક્ષણમાં સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામા આવ્યા છે.


મિલ્ક ફેટનું પ્રમાણ નિયમો કરતા ઓછું

ફરાળી પેટીસના લોટમાં પણ મકાઈનો લોટ મળી આવ્યો હતો. ત્યારે સવાલએ પણ થાય છે કે, વેપારીઓ થોડા રૂપિયાની લાલચમાં લોકોની આસ્થા સામે ચેડાં કરવામાં આવે છે. તો તંત્ર સામે પણ અનેક સવાલો થઇ રહ્યા છે. રાજકોટના રૈયા રોડ પરથી લેવામાં આવેલા ફરાળી પેટીસના લોટના નમૂનામાં મકાઈના સ્ટાર્ચની હાજરી જોવા મળી છે. જેથી તેને સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. તો સાથે જ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા કેસર શ્રીખંડનો નમુના પણ તપાસમાં ફેઇલ થયો છે. શિખંડમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી છે. તેમજ મિલ્ક ફેટનું પ્રમાણ નિયમો કરતા ઓછું હોવાના કારણે નમૂનાને સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે.


ફરાળી લોટમાં મકાઇના સ્ટાર્ચની હાજરી

ફરાળી લોટમાં મકાઇના સ્ટાર્ચની હાજરી

તંત્ર દ્વારા મનહર પ્લોટ-10મા મંગળા મેઇન રોડ પર આવેલા ‘મંત્ર મહેલ’ નામની દુકાનમાં મોહિતભાઈ ખીમજીભાઇ પરમાર પાસેથી ફરાળી લોટનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેની તપાસ કરાવતા તેમાં ઘઉંના લોટની સ્ટાર્ચની હાજરી હોવાને કારણે નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. રૈયા રોડ પર નાગરિક બેંક સામે રેડિયન્સ અપાર્ટમેન્ટમાં આવેલ રાધે કેટરર્સમાં પણ ધંધાર્થી ચેતનભાઈ નવીનચંદ્ર પારેખ પાસેથી પેટીસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો ફરાળી લોટનો નમૂનો લેવાયો હતો. જેના રિપોર્ટમાં પણ મકાઇના સ્ટાર્ચની હાજરી હોવાને કારણે નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.


આ નમૂનાઓ પણ ફેઇલ

આમ ચાર નમૂના રિપોર્ટમાં ફેલ થતા તમામ એકમો વિરુદ્ધ ફૂડ વિભાગ દ્વારા એજ્યૂડિકેશનની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં વેચનાર ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. એ સિવાય વિમલ નમકીન, રાધે કેટરર્સ, RS ગૃહ ઉદ્યોગના નમૂનાઓ પણ ફેઇલ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા સરકારી લેબમાં ટેસ્ટ માટે નમૂનાઓ મોકલવામાં આવ્યા હતા, પરંતુ લેબમાં વર્કલોડના કારણે ટેસ્ટનો રિપોર્ટ આવવામાં વિલંબ થયો છે.


વડોદરા ફૂડ વિભાગે પણ કરી લાલ આંખ

વડોદરા ફૂડ વિભાગે પણ કરી લાલ આંખ

વડોદરામાં ભેળસેળ કરનારાઓ સામે કોર્પોરેશનના ખોરાક વિભાગનો લાલ આંખ કરી છે. કોર્પોરેશને ભેળસેળ કરતી 22 દુકાન અને રેસ્ટોરન્ટનાં લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. હાથીખાનાં માર્કેટ યાર્ડની પાંચ સહિત 22 દુકાનો પર કોર્પોરેશને સપાટો બોલાવ્યો છે. થોડા સમય પહેલા ફુડ સેફ્ટી ઓફિસરોએ લીધેલા ખાદ્ય પદાર્થ માંથી ભેળસેળ મળી આવી હતી. જેથી 22 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર કર્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top