મહંત નરેન્દ્રગિરી મૃત્યુ કેસ : શિષ્ય આનંદ ગિરી સહિત ત્રણની અટકાયત, સીએમ યોગી અંતિમ દર્શન માટે જ

મહંત નરેન્દ્રગિરી મૃત્યુ કેસ : શિષ્ય આનંદ ગિરી સહિત ત્રણની અટકાયત, સીએમ યોગી અંતિમ દર્શન માટે જશે

09/21/2021 National

SidhiKhabar

SidhiKhabar

મહંત નરેન્દ્રગિરી મૃત્યુ કેસ : શિષ્ય આનંદ ગિરી સહિત ત્રણની અટકાયત, સીએમ યોગી અંતિમ દર્શન માટે જ

પ્રયાગરાજ: અખાડા પરિષદના (Akhada Parishad) અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું (Mahanat Narendra Giri) સોમવારે નિધન થઇ ગયું હતું. રિપોર્ટ્સ અનુસાર, તેમનો મૃતદેહ બાઘંબરી મઠમાં તેમના રૂમમાંથી પંખા પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતી તપાસમાં પોલીસે આને આત્મહત્યાનો કેસ હોવાનું કહ્યું છે. મહંતના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેમના શિષ્ય આનંદ ગિરી સહિતના લોકોના નામ લખવામાં આવ્યા હતા.


ત્રણ લોકો વિરુદ્ધ FIR, અટકાયત થઇ

મહંત નરેન્દ્ર ગિરી મૃત્યુના કેસમાં જ્યોર્જટાઉન પોલીસ સ્ટેશનમાં કલમ 306 હેઠળ તેમના જૂના શિષ્ય આનંદ ગિરી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કલમ 306 આત્મહત્યા ઉશ્કેરણી કે દુષ્પ્રેરણ માટેની છે. આ કેસ લેટે હનુમાન મંદિરના સંચાલક અમર ગિરિ વતી દાખલ કરવામાં આવ્યો છે. બે અન્ય લોકોના નામ પણ આ FIR માં સામેલ છે.

એફઆઈઆરમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહંતે આનંદ ગિરીના ત્રાસને કારણે આત્મહત્યા કરી લીધી હતી. જોકે, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મહંતના મૃત્યુનું ચોક્કસ કારણ સ્થળ પર કરવામાં આવેલી વિગતવાર તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે. દરમિયાન પોલીસ તેમના ત્રણ શિષ્યોની પૂછપરછ કરી રહી છે.


જે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમના નામ:

૧) આનંદ ગિરી (નરેન્દ્ર ગિરીના શિષ્ય)

૨) આદ્યા તિવારી (હનુમાન મંદિરના પૂજારી)

૩) સંદીપ તિવારી (આદ્યા તિવારીનો પુત્ર)

અખિલ ભારતીય અખાડા પરિષદના ઉપાધ્યક્ષ દેવેન્દ્ર સિંહે આ મામલે સીબીઆઈ તપાસની માગ કરી છે. તેમણે કહ્યું કે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવવી જોઈએ.


મૃત્યુ પહેલા વિડીયો બનાવ્યો હોવાનો નજીકના શિષ્યનો દાવો

સ્થળ પરથી મળેલ સ્યુસાઈડ નોટને લઈને ઉઠેલા પ્રશ્નો વચ્ચે મહંત નરેન્દ્રગિરીના નજીકના શિષ્ય નિર્ભય દ્વિવેદીએ નવો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આત્મહત્યા પહેલા મહંતે સ્યુસાઈડ નોટ લખવા ઉપરાંત એક વિડીયો પણ બનાવ્યો હતો. આ વિડીયો તેમણે પોતાના મોબાઈલ ફોન ઉપર બનાવ્યો હતો. જેમાં તેમણે સ્યુસાઈડ નોટમાં લખેલી વાતોને વિસ્તારથી કહી હોવાનું કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હાલ આ વિડીયો પોલીસ પાસે છે.


આજે અંતિમ દર્શન માટે દેહ મુકવામાં આવશે, સીએમ યોગી પણ જશે

મહંત નરેન્દ્રગિરીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ આજે સવારે ૧૧:૩૦ વાગ્યેથી તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. મહંતના અંતિમ દર્શન માટે અનેક લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. સીએમ યોગી આદિત્યનાથ પણ પ્રયાગરાજ જઈને મહંત નરેન્દ્રગિરીના અંતિમ દર્શન કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top