દેશના આ રાજ્યમાંથી આવ્યા મોટા પુલ અકસ્માતના સમાચાર, સ્લેબની નીચે લગભગ આટલા લોકો દટાયા હોવાની આશ

દેશના આ રાજ્યમાંથી આવ્યા મોટા પુલ અકસ્માતના સમાચાર, સ્લેબની નીચે લગભગ આટલા લોકો દટાયા હોવાની આશંકા, જાણો સમગ્ર ઘટના

03/22/2024 National

SidhiKhabar

SidhiKhabar

દેશના આ રાજ્યમાંથી આવ્યા મોટા પુલ અકસ્માતના સમાચાર, સ્લેબની નીચે લગભગ આટલા લોકો દટાયા હોવાની આશ

બિહારના સુપૌલ જિલ્લામાં આજે સવારે એક મોટો પુલ અકસ્માત થયો છે. કોસી નદી પર બની રહેલા બકૌર પુલનો મોટો ભાગ તૂટીને નીચે પડી ગયો છે. આ બ્રિજ નિર્માણાધીન હતું. ઘટના સવારે સાત વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય 9 લોકો ઘાયલ થયા છે. ઉપરાંત સ્લેબ નીચે 40થી વધુ લોકો દટાયા હોય તેવી શક્યતાઓ છે. આ બ્રિજ  દેશનો સૌથી મોટો અંડર કન્સ્ટ્રક્શન બ્રિજ છે.


ત્રણ થાંભલાના ગાર્ટર પડી જવાને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ

સમગ્ર ઘટના વિશે વાત કરતાં સુપૌલના ડીએમએ જણાવ્યું છે કે, આ ઘટના સવારે 7.30 વાગ્યે બની હતી. જેમાં 9 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે. મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને ઘાયલોને પણ સારવાર માટે મદદ કરવામાં આવશે. NDRF અને સ્થાનિક પોલીસની ટીમો તૈનાત છે. અને હાલ રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલુ છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. અકસ્માતનું કારણ તપાસનો વિષય છે. તેથી સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે

ઘટનાસ્થળેથી મળેલ માહિતી અનુસાર, ત્રણ થાંભલાના ગાર્ટર પડી જવાને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં પિલર નંબર 50, 51 અને 52ના ગાર્ટર્સ નીચે પડી ગયા હતા. બ્રિજના બાંધકામની ગુણવત્તા સામે સ્થાનિક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. જો તેમની વાત માનવામાં આવે તો લગભગ 40 લોકો ત્યાં દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.



દેશનો સૌથી લાંબો નિર્માણાધીન રોડ બ્રિજ

દેશનો સૌથી લાંબો નિર્માણાધીન રોડ બ્રિજ

બકૌર બ્રિજ એ દેશનો સૌથી લાંબો નિર્માણાધીન રોડ બ્રિજ છે. જે લગભગ 1200 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. 10.2 કિમી લાંબા મહાસેતુનું નિર્માણ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. આ પુલ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થવાનો છે. આ પુલ બે એજન્સીઓ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે, જેમાં ગેમન ઈન્ડિયા અને ટ્રાન્સ રેલ લાઈટિંગ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની આ ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના છે. તે સુપૌલના બકૌર અને મધુબની જિલ્લાના બેજા વચ્ચે બનાવવામાં આવી રહ્યું છે. લકાણન પુલ દુર્ઘટના બાદ બાંધકામ એજન્સીઓ પર સવાલો ઉભા થયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top