અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાના લલાટ પર કરાયેલા સુર્ય તિલકથી ઝળહળી ઉઠી મૂર્તિ, જુઓ વિડીઓ

અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાના લલાટ પર કરાયેલા સુર્ય તિલકથી ઝળહળી ઉઠી મૂર્તિ, જુઓ વિડીઓ

04/17/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાના લલાટ પર કરાયેલા સુર્ય તિલકથી ઝળહળી ઉઠી મૂર્તિ, જુઓ વિડીઓ

આજે રામ નવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી રામનવમી છે. ત્યારે રામનવમીની ખાસ ઉજવણીના ભાગ રૂપે અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ હોવાથી દેશભરમાંથી ભક્તોની ભીડ અયોધ્યા રામલલાના દર્શન કરવા ઉમટી છે. આજે રામલલાના દર્શન 19 કલાકથી વધુ ચાલશે. સાથે જ આજે સવારે 3.30 કલાકે મંદિરના કપાટ ખુલતા જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.


રામલલા માટે ખાસ પોશાક તૈયાર કરાયો

રામલલા માટે ખાસ પોશાક તૈયાર કરાયો

આજે આ શુભ અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આજના ખાસ પ્રસંગ માટે રામલલાનો ખાસ પોશાક તૈયાર કરવામાં આવ્યો છે, જે પીળા પીળા રંગનો છે. આમાં ખાદી અને હેન્ડલૂમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વસ્ત્રો તૈયાર કરવામાં વૈષ્ણો સંપ્રદાયના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ સોના અને ચાંદીના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામલલાના કપડા બનાવનાર મનીષ ત્રિપાઠીનું કહેવું છે કે રામલલાના કપડા તૈયાર કરવામાં 20 થી 22 દિવસનો સમય લાગે છે. રામલલાના કપડામાં વેલ્વેટ કોટનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે અંદરથી નરમ રહે.


રામલલ્લાને સુર્ય તિલક કરવામાં આવ્યું

રામલલ્લાને સુર્ય તિલક કરવામાં આવ્યું

રામનવમીના અવસરે અયોધ્યામાં બિરાજમાન રામલલાના લલાટ પર સુર્યના કિરણો પડી સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. આ સૂર્ય તિલક માટે મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા કિરણો  બપોરે 12 વાગ્યે ગર્ભગૃહમાં પાડવામાં આવ્યા હતા. જે કિરણો અરીસામાંથી પ્રતિબિંબિત થયા અને રામલલાના માથા પર 75 મીમીના ગોળ તિલકના રૂપમાં 4 મિનિટ સુધી જોવા મળ્યા હતા. દેશની બે વૈજ્ઞાનિક સંસ્થાઓની મહેનતથી આ સૂર્ય તિલક સાકાર થયું છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top