પતંજલિને ફરી મોટો ઝટકો' સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય! રામદેવ બાબાની આટલી ચીજવસ્તુઓ પર પ્રતિબ

પતંજલિને ફરી મોટો ઝટકો' સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય! રામદેવ બાબાની આટલી ચીજવસ્તુઓ પર પ્રતિબંધ

04/30/2024 National

SidhiKhabar

SidhiKhabar

પતંજલિને ફરી મોટો ઝટકો' સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય! રામદેવ બાબાની આટલી ચીજવસ્તુઓ પર પ્રતિબ

Patanjali Products Ban : રામદેવ બાબાને એક મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમની ફટકાર બાદ ઉત્તરાખંડ સરકારે તેમની દિવ્ય ફાર્મસીની 14 ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.ગેરમાર્ગે દોરતી જાહેરખબર કેસમાં સુપ્રીમની આકરી ફટકાર અને માફીના ઈન્કાર બાદ હવે તેમને તગડો ફટકો પડ્યો છે. ઉત્તરાખંડ સરકારે તેમની દિવ્ય ફાર્મસીની 14 ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.


આ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ

આ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ

જે ચીજો પર પ્રતિબંધ લાગ્યો છે તે બધી આયુર્વેદિક દવાઓ છે.દિવ્ય ફાર્મસીની જે ચીજો પર પ્રતિબંધ લાગ્યો છે તેમાં શ્વાસારી ગોલ્ડ, શ્વાસારી વાટી, દિવ્યા બ્રોન્કોમ, શ્વાસારી પ્રવહી, શ્વાસારી અવલેહ, મુક્તા વટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રિટ, મધુગ્રિત, મધુગૃતિ, મધુનાશિની વાટી એક્સ્ટ્રા પાવરનો સમાવેશ થાય છે.દિવ્ય ફાર્મસીની લોકપ્રિય દવા, આંખના નાખવાના ટીંપા, દ્રષ્ટિ આઈ ડ્રોપ પણ પ્રતિબંધની યાદીમાં સામેલ છે. આ તમામ ચીજો હવે દિવ્ય ફાર્મસીએ માર્કેટમાંથી પાછી ખેંચી લેવી પડશે.


પતંજલિ ફૂડ્સને કારણદર્શક નોટિસ

પતંજલિ ફૂડ્સને કારણદર્શક નોટિસ

રામદેવની એફએમસીજી કંપની-પતંજલિ ફૂડ્સ લિમિટેડને ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) દ્વારા કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. ચંદીગઢ સ્થિત ડીજીજીઆઈએ 27.5 કરોડ રૂપિયાના જીએસટીની માંગ કરી છે. ડીજીજીઆઈ ચંદીગઢે તેની તપાસમાં સાત બનાવટી કંપનીઓ દ્વારા જારી કરાયેલા બનાવટી ઇન્વોઇસેસ જોયા. આરોપ છે કે આના આધારે પતંજલિ ફૂડ્સ દ્વારા લગભગ 27.46 કરોડ રૂપિયાના નકલી આઇટીસીના દાવા કરવામાં આવ્યા હતા. કંપનીના પ્રવક્તાએ આ નોટિસની પુષ્ટિ કરી છે.ગેરમાર્ગે દોરતી જાહેરખબર કેસમાં એક્શન


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top