આ શું 'ટેમ્પો પલટ્યો અને રસ્તા પર વિખેરાયાં કરોડો રૂપિયા.' સ્થાનિકોના ઉડિયા હોંશ, ચૂંટણી ટાણે જ

આ શું 'ટેમ્પો પલટ્યો અને રસ્તા પર વિખેરાયાં કરોડો રૂપિયા.' સ્થાનિકોના ઉડિયા હોંશ, ચૂંટણી ટાણે જ...! જુઓ વિડિઓ

05/11/2024 National

SidhiKhabar

SidhiKhabar

આ શું 'ટેમ્પો પલટ્યો અને રસ્તા પર વિખેરાયાં કરોડો રૂપિયા.' સ્થાનિકોના ઉડિયા હોંશ, ચૂંટણી ટાણે જ

Lok Sabha Elections 2024 : આંધ્રપ્રદેશમાં શનિવારે ફરી એક વખત ભારે માત્રામાં રોકડ જપ્ત કરાઈ. અગાઉ શુક્રવારે પણ એનટીઆર જિલ્લામાં 8 કરોડ રૂપિયા જપ્ત કરાયા હતા. તાજેતરનો મામલો રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લાનો છે જ્યાં શનિવારે થેલામાં ભરીને સાત કરોડ રોકડા લઈ જવામાં આવી રહ્યા હતા. તે સમયે જ નલ્લાજર્લા મંડલના અનંતપલ્લી ખાતે એક ટ્રક સાથેની ટક્કરમાં ટેમ્પો પલટી ખાઈ ગયો અને અહીંથી પોલ ખુલી ગઈ. સ્થાનિકોના હોંશ ઊડી ગયા

સ્થાનિકોના હોંશ ઊડી ગયા

આ દૃશ્ય જોતાં જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ નોટોના બંડલો જોઈને જ તેમના હોંશ ઊડી ગયા હતા. લોકોએ કહ્યું કે ટેમ્પોમાં 7 થેલા ભરીને રોકડ ભરેલી હતી. પોલીસને જાણ કરાઈ અને રકમને જપ્ત કરવામાં આવી. આ ટેમ્પો વિજયવાડાથી વિશાખાપટ્ટનમ જઇ રહ્યો હોવાની માહિતી છે. અકસ્માતનો ભોગ બનેલા ટેમ્પો ડ્રાઈવરને ઈજા થઇ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top