Job Layoffs: 9000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે આ દિગ્ગજ કંપની, 6000 લોકોની પહેલા જ જઇ ચૂકી છે જોબ
Microsoft Layoffs: અમેરિકાની ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટ 9000 કર્મચારીઓને કાઢી રહી છે, જેનાથી કંપનીના કુલ કર્મચારીઓના લગભગ 4 ટકાને અસર કરશે. કંપનીએ ખર્ચ ઘટાડવાના નવા રાઉન્ડમાં આ છટણી શરૂ કરી છે. માઈક્રોસોફ્ટ આ વર્ષે બીજી વખત કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. કંપનીના વિવિધ વિભાગો, લોકેશનને સ્તરો પર નવીનતમ છટણી કરવામાં આવી રહી છે. માઈક્રોસોફ્ટના પ્રવક્તાએ 9000 કર્મચારીઓની છટણીની પુષ્ટિ કરી છે. પ્રવક્તાએ કહ્યું કે, ‘અમે આજના ગતિશીલ બજારમાં સફળતા માટે કંપની અને ટીમોને વધુ સારી સ્થિતિમાં લાવવા માટે જરૂરી સંગઠનાત્મક ફેરફારોને ધ્યાનમાં રાખીને આ પગલાં લઈ રહ્યા છીએ.’
માઈક્રોસોફ્ટે કહ્યું કે, આ છટણી કંપનીના ઓપરેશન્સને વધુ સારી રીતે સંચાલિત કરવા, મેનેજમેન્ટ સ્તર ઘટાડવા અને ઓવરઓલ એફિએન્શીમાં સુધાર કરવાના પ્રયાસોનો એક હિસ્સો છે. આ અગાઉ કંપનીએ જાન્યુઆરી, મે અને જૂનમાં પણ લગભગ 6000 કર્મચારીઓની છટણી કરી હતી. જો આ નવીનતમ છટણીને સામેલ કરવામાં આવે તો, વર્ષ 2025ના પહેલા 6 મહિનામાં માઈક્રોસોફ્ટમાંથી નોકરી ગુમાવનારા લોકોની સંખ્યા 15,000થી વધુ થઈ જશે. 9000 લોકોને કાઢી મૂક્યા બાદ, માઈક્રોસોફ્ટના કુલ કર્મચારીઓની સંખ્યા લગભગ 2,19,000 થઈ જશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે છટણીનો સૌથી વધુ પ્રભાવ સેલ્સ ટીમ પર પડશે. આ ઉપરાંત, Xbox સહિત અન્ય ટીમોના કર્મચારીઓ પણ તેનાથી પ્રભાવિત થશે. માઇક્રોસોફ્ટનો જૂનમાં પોતાના નાણાકીય વર્ષના અંતે આંતરિક પુનર્ગઠન કરવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. અમેરિકન કંપનીએ વર્ષ 2023માં લગભગ 10,000 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. પરંતુ 2025ની છટણી 2023માં થયેલી છટણી કરતા ખૂબ મોટી અને વધુ પ્રભાવશાળી થવા જઇ રહી છે. આ વર્ષે કંપની પહેલાથી જ લગભગ 6000 કર્મચારીઓને કાઢી ચૂકી છે અને હવે 9000 કર્મચારીઓને છટણી કરવા જઇ રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp