સ્ટોક હોય તો આવો! 6 મહિનામાં 107 અને 5 વર્ષમાં 12,000 ટકાનું આપ્યું રિટર્ન, શેરો ખરીદવાની મચી લૂંટ
છેલ્લા 6 મહિના દરમિયાન Nibe Ltdના શેરોની કિંમતમાં 100 ટકા કરતાં વધુની તેજી જોવા મળી છે. શુક્રવારે કંપનીના શેરોની કિંમતમાં 5 ટકાની તેજી જોવા મળી હતી. આ તેજી એક જાણકારી બાદ જોવા મળી. શુક્રવારે બજાર બંધ થવાના સમયે કંપનીના શેરોની કિંમત બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 722.40 રૂપિયા પર હતા. તો આજે સવારે 10:00 વાગ્યા સુધીમાં 5 ટકાની તેજી સાથે 758.50 રૂપિયા પર પહોંચ્યા છે.
કંપનીએ શેર બજારોને જાણકારીમાં કહ્યું કે, મલ્ટીપર્પસ ડિફેન્સ મશીનનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે. આ મશીન ડિફેન્સ, સ્પેસ અને અન્ય માટે જરૂરી કમ્પોનેન્ટ્સ બનાવે છે.
છેલ્લા એક મહિના દરમિયાન આ ડિફેન્સ કંપનીના શેરોમાં 3.38 ટકાની તેજી જોવા મળી છે. છેલ્લા 6 મહિનામાં તો આ ડિફેન્સ 107 ટકાનું રિટર્ન આપવામાં સફળ રહ્યો છે. તો પોઝિશનલ રોકાણકારોને છેલ્લા એક વર્ષ દરમિયાન 57 ટકાનો ફાયદો થયો છે. ઉલ્લેખનીય છે કે, 5 વર્ષ અગાઉ જેણે પણ Nibe Ltdના શેરો ખરીદીને હોલ્ડ કર્યા હશે, તેમને 12,000 ટકા કરતાં વધુનું રિટર્ન મળી ગયું હશે. શેર બજારમાં કંપનીનો 52 વીક હાઇ 767.90 રૂપિયા પ્રતિ શેર અને 52 વીક લો 312.30 રૂપિયા પ્રતિ શેર છે. Nibe Ltdનું માર્કેટ કેપિટલાઈઝેશન 948.67 કરોડ રૂપિયાનું છે.
વર્ષ 2014માં કંપનીએ અંતિમ વખત રોકાણકારોને 1 શેર પર 2 શેર બોનસ આપ્યા હતા. ત્યારબાદ વર્ષ 2023માં એક શેર પર રોકાણકારોને 10 પૈસાનું ડિવિડેન્ટ મળ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp