Maruti તરફથી આ સસ્તી કારની માંગ અચાનક વધી : SUV લુક સાથે 31Km નું ઉત્તમ માઇલેજ આપે છે

Maruti તરફથી આ સસ્તી કારની માંગ અચાનક વધી : SUV લુક સાથે 31Km નું ઉત્તમ માઇલેજ આપે છે

09/28/2021 Business

SidhiKhabar

SidhiKhabar

Maruti તરફથી આ સસ્તી કારની માંગ અચાનક વધી : SUV લુક સાથે 31Km નું ઉત્તમ માઇલેજ આપે છે

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની Maruti Suzuki, તેની સારી માઇલેજ કાર માટે પ્રખ્યાત છે. જે મધ્યમ વર્ગનાં બજેટમાં ફીટ થાય તેવી હોય છે. તે દેશની એકમાત્ર કંપની છે જેની પાસે લગભગ 6 મોડલ સાથે મજબૂત CNG વાહન પોર્ટફોલિયો પણ છે. જોકે છેલ્લા ઓગસ્ટ મહિનામાં કંપનીના વેચાણમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ Marutiની SUV સ્ટાઇલ કાર S-Pressoના વેચાણમાં જંગી વધારો થયો છે.

વેચાણના આંકડાઓ પર નજર કરીએ તો ઓગસ્ટ મહિનામાં કંપનીએ મારુતિ એસ-પ્રેસોના કુલ 7,225 યુનિટ વેચ્યા છે. જે ગયા વર્ષના ઓગસ્ટ મહિનાના 5,312 એકમો કરતાં 36% વધારે છે. ઓછી કિંમત, સારી માઇલેજ અને સ્પોર્ટી ડિઝાઇનને કારણે આ કારનું વેચાણ ઝડપથી વધ્યું છે. તો ચાલો જાણીએ આ નાની કાર વિશે ...


જાણો નાની SUV S-Presso વિશે ...

જાણો નાની SUV S-Presso વિશે ...

મારુતિ S-Presso કુલ ત્રણ વેરિએન્ટમાં આવે છે, જેમાં સ્ટાન્ડર્ડ, LXi અને VXi નો સમાવેશ થાય છે. તેની કિંમત 3.78 લાખ રૂપિયાથી 5.43 લાખ રૂપિયા છે. કંપનીએ આ કારમાં 1 લીટર ક્ષમતાના પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 68PS પાવર અને 90Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર એક CNG કિટ સાથે પણ આવે છે, તેનું CNG વેરિએન્ટ 59PS પાવર અને 78Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે.

માઇલેજની દ્રષ્ટિએ પણ આ કાર ઘણી સારી છે. તેનું પેટ્રોલ મેન્યુઅલ વેરિએન્ટ 21.4 kmpl, ઓટોમેટિક વેરિઅન્ટ 21.7 kmpl અને CNG વેરિએન્ટ 31.2 kmpl સુધીનું માઇલેજ આપે છે. 270 લિટરની બુટ સ્પેસ ધરાવતી આ કારમાં કુલ 5 લોકોની બેઠક વ્યવસ્થા છે.


જાણો S-Pressoનાં ફિચર્સ વિશે ...

જાણો S-Pressoનાં ફિચર્સ વિશે ...

ફીચર્સની વાત કરીએ તો આ કારમાં 7 ઇંચની Touch screen infotainment system છે, જેને Apple Car Play અને Android Auto સાથે જોડી શકાય છે. તેમાં Digital instrument cluster, Front power windows, Keyless entry, Driver side airbag, Rear parking sensor, Electronic Breakforce Distribution (EBD), Seat belt reminder, Speed ​​alert સાથે Anti Lock Braking System (ABS) જેવી સુવિધાઓ મળે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top