નિશાના પર હતા ભાજપ અને RSS..' અમદાવાદથી પકડાયેલા આતંકવાદીઓએ કર્યા ચોંકાવનારા ખુલાસા! જાણો કયા

નિશાના પર હતા ભાજપ અને RSS..' અમદાવાદથી પકડાયેલા આતંકવાદીઓએ કર્યા ચોંકાવનારા ખુલાસા! જાણો કયા ઇરાદાથી આવ્યા

05/21/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

નિશાના પર  હતા  ભાજપ અને RSS..' અમદાવાદથી પકડાયેલા આતંકવાદીઓએ કર્યા ચોંકાવનારા ખુલાસા! જાણો કયા

ISIS Terrorist: ગઈ કાલે અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદી ઝડપાયા હતા. જે એરપોર્ટથી પકડાયેલા ISISના 4 આતંકવાદીઓની ગુજરાત ATSએ પૂછપરછ કરી છે, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. ચારેય આતંકવાદી શ્રીલંકાથી ભારતમાં આતંકવાદી હુમલો કરવા માટે આવ્યા હતા અને પાકિસ્તાનમાં બેઠેલા ISISના હેન્ડલરના ઇશારા પર કામ કરી રહ્યા હતા.


આતંકવાદીઓના નિશાના પર હતા ભાજપ અને RSS

આતંકવાદીઓના નિશાના પર હતા ભાજપ અને RSS

આતંકવાદીઓના નિશાના પર ભાજપ અને RSSના નેતા હતા. તેમના નિશાન પર યહૂદી અને ઈસાઈ સમાજના લોકો પણ હતા. જો આદેશ મળત તો આતંકવાદી ભારતમાં ફિયાદીન હુમલો પણ કરવાના હતા. ગુજરાત પોલીસે જણાવ્યું કે, ચારેય આતંકવાદી શ્રીલંકાના રહેવાસી છે. તેમને પાકિસ્તાનમાં બેઠેલા ISISના હેન્ડલરે ભારત આવવાનો ઓર્ડર આપ્યો હતો.આ ચારેય આતંકી કોલંબોથી ફ્લાઇટ લઈને અમદાવાદ પહોંચ્યા હતા પરંતુ તેમની અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ કરી લેવાઈ. પૂછપરછમાં જાણવા મળ્યું કે અબૂ નામનો આતંકવાદી તેમને ઓર્ડર આપી રહ્યો હતો. આ ચારેય અબૂની સાથે ફેબ્રુઆરી 2024માં સંપર્કમાં આવ્યા હતા. અંદાજિત 3 મહિનામાં જ અબૂએ આ ચારેયનું બ્રેઈનવૉશ કર્યું અને હુમલો કરવા માટે ભારત મોકલી દીધા.


આતંકવાદીઓ માટે હથિયારોની વ્યવસ્થા કરી

આતંકવાદીઓ માટે હથિયારોની વ્યવસ્થા કરી

આ આતંકવાદીઓ માટે ભારતમાં હથિયારોની વ્યવસ્થા કરાઈ હતી. અબૂએ તેમને આદેશ આપ્યો હતો કે અમદાવાદના નાનાચિલોડા લોકેશન પર જાઓ, ત્યાં હથિયાર મળશે. પોલીસને આ જગ્યાએથી 3 પિસ્તોલ, કારતૂસ અને ISISનો ઝંડો મળ્યો છે. હથિયારો પર પાકિસ્તાનના FATA વિસ્તારનું નામ લખેલું છે. એટલા માટે એ સ્પષ્ટ છે કે આ હથિયાર પાકિસ્તાનથી આવ્યા હતા. આતંકવાદીઓની ધરપકડ બાદ હવે ભારતમાં આ હથિયાર મૂકનારને શોધવામાં આવી રહ્યો છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top