Exit Pollમાં BJPને પ્રચંડ બહુમતથી ગદગદ રોકાણકાર, અદાણી ગ્રૃપની કંપનીના શેરોમાં મચી લૂંટ
ચૂંટણી પરિણામો અગાઉ આજે શેર બજારમાં બમ્પર તેજી જોવા મળી છે. તમામ Exit Pollમાં ભાજપની આગેવાનીવાળા NDA ગઠબંધનને પ્રચંડ બહુમત મળતું દેખાઈ રહ્યું છે. Exit Pollથી સ્પષ્ટ થઈ ગયું છે કે ફરી એક વખત દેશની કમાન નરેન્દ્ર મોદીને મળવા જઇ રહી છે. Exit Pollના પરિણામ સામે આવ્યા બાદ આજે અદાણી ગ્રૃપની કંપનીના શેરોમાં તેજ ઉછાળ જોવા મળ્યો છે. આજે અદાણી ગ્રૃપ (Adani Group)ની 5 કંપનીના શેર 52 વીક હાઇ પર પહોંચી ગયા છે. સૌથી વધુ તેજી અદાણી પાવરના શેરોમાં 15 ટકાનો જોવા મળી.
અદાણી ગ્રૃપની કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસમાં શેરોની કિંમતમાં આજે 9.72 ટકાની તેજી જોવા મળી. BSEમાં કંપનીનો 52 વીક હાઇ છે. બીજી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોમોનિક ઝોન લિમિટેડના શેર આજએ 9.54 ટકા તેજી સાથે 1575 રૂપિયાના સ્તર પર ખૂલ્યા હતા. આ કંપનીનો નવો 52 વીક હાઇ છે. અદાણી પાવરના શેરોની કિંમતમાં આજે 15.65 ટકાની તેજી જોવા મળી. સ્ટોક ખૂલતાં જ 875 રૂપિયાના 52 વીક હાઇ પર પહોંચી ગયા. અંબુજા સિમેન્ટના શેરો આજે 6 ટકાથી વધુની તેજી હાંસલ કરી ચૂક્યા છે. કંપનીના શેર BSEમાં 665.05 રૂપિયા પર ખૂલ્યા હતા. થોડા સમય બાદ કંપનીના શેર 676.5 રૂપિયા 52 વીક હાઇ પર પહોંચી ગયા હતા. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં આજે 13 ટકાની તેજી જોવા મળી. કંપનીના શેર 2100 રૂપિયા પર ખૂલ્યા હતા, પરંતુ થોડા સમય બાદ કંપનીના શેરોની કિંમત 13.49 ટકાની તેજી સાથે 2173.65 રૂપિયા લેવલ પર પહોંચી ગયા, એ BSEમાં 52 વીક હાઇ પણ છે.
અદાણી એનર્જી સોલ્યૂશન્સના શેર 1228.10 રૂપિયાના લેવલ પર ખૂલ્યા હતા, પરંતુ થોડા સમય બાદ શેરોની કિંમત 11.23 ટકાની તેજી સાથે 1249 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા હતા જે 1250 રૂપિયાના 53 વીક હાઇની ખૂબ નજીક છે. અદાણી ટોટલ ગેસ કંપની 15.28 ટકાની તેજી સાથે 1197.95 રૂપિયાના લેવલ પર ખૂલ્યા હતા. ઓપન થાય બાદ સ્ટોકનો ભાવ 1114.25 રૂપિયા ઇન્ટ્રા ડે લો લેવલ સુધી પહોંચી ગયા. અદાણી વિલ્મરમાં શેર BSE 6 ટકાથી વધુની તેજી સાથે 280.55 રૂપિયાના લેવલ પર ખૂલ્યા હતા. NDTV ગ્રૃપ મીડિયા સેક્ટરની આ કંપનીમાં આજે 10.84 ટકાની તેજી જોવા મળી. કંપનીના શેર BSEમાં 274.90 રૂપિયા લેવલ પર ખૂલ્યા હતા. ACC લિમિટેડ શેરમાં 6.72 ટકાની તેજી હાંસલ કરવામાં સફળ રહી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp