કંપનીને મળ્યા 2 મોટા પ્રોજેક્ટ, ખબર આવ્યા બાદ શેરોએ રચી દીધો ઇતિહાસ

કંપનીને મળ્યા 2 મોટા પ્રોજેક્ટ, ખબર આવ્યા બાદ શેરોએ રચી દીધો ઇતિહાસ

05/23/2024 Business

SidhiKhabar

SidhiKhabar

કંપનીને મળ્યા 2 મોટા પ્રોજેક્ટ, ખબર આવ્યા બાદ શેરોએ રચી દીધો ઇતિહાસ

ભારતીય શેર બજારમાં તેજીનો સિલસિલો યથાવત છે. તેજી વચ્ચે PNC ઇન્ફ્રાટેક લિમિટેડના શેરોએ પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. PNC ઇન્ફ્રાટેક લિમિટેડના શેરની કિંમત બુધવારે ઇન્ટ્રાડેમાં 17 ટકા વધીને NSE પર 535.50ના ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયા. આ શેર 52 અઠવાડિયાના હાઇ પણ છે. શેરની કિંમત 517.35 પર બંધ થઈ. એક દિવસ અગાઉની તુલનામાં 13.27 ટકાની તેજી હતી.


શેરોમાં તેજીનું કારણ

શેરોમાં તેજીનું કારણ

PNC ઇન્ફ્રાટેક લિમિટેડના શેર પ્રાઇઝમાં લીડ આવક આઉટલૂકમાં સુધારના કારણે થઈ, કેમ કે તેને MSRDC (મહારાષ્ટ્ર રાજ્ય સડક વિકાસ નિગમ)મા 2 EPC (એન્જિનિયરિંગ, ખરીદી અને નિર્માણ) રોડ પરિયોજનાઓમાં પહેલી સૌથી ઓછી બોલી લગાવનાર ખરીદદાર હોવાનો દાવો કર્યો છે. આ બોલી 4994 કરોડ રૂપિયાની છે.


બંને પરિયોજનાની ડિટેલ:

બંને પરિયોજનાની ડિટેલ:

પહેલી પરિયોજનાની વાત કરીએ તો તે પૂણે જિલ્લામાં એક્સેસ કંટ્રોલ્ડ પૂણે રિંગ રોડના નિર્માણ માટે છે. EPC મોડ પર ઇન્દોરીથી મહારાષ્ટ્ર રાજ્યમાં ચર્નબલી સુધી પેકેજ PRR E2નું મૂલ્ય 2,486 કરોડ છે. PNC ઇન્ફ્રાટેક દ્વારા આ પરિયોજનાને 30 મહિનામાં પૂરી કરવાની છે. બીજી સડક પરિયોજનાની વાત કરીએ તો EPC મોડ (લંબાઈ 28.895 કિમી) પર મહારાષ્ટ્ર રાજ્યમાં જાલનાથી નાંદેડ સુધી હિન્દુ હૃદયમહાસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ સુધી એક્સેસ નિયંત્રિત એક્સપ્રેસવે કનેક્ટરના નિર્માણ માટે છે. મહારાષ્ટ્ર રાજ્ય સડક વિકાસ નિગમની સડક પરિયોજના 2,508 કરોડની છે, જેને PNC ઇન્ફ્રાટેક દ્વારા 30 મહિનામાં પૂરી કરવામાં આવશે.


નવા ઓર્ડર મળવાથી બૂસ્ટની સંભાવના:

નવા ઓર્ડર મળવાથી બૂસ્ટની સંભાવના:

PNC ઇન્ફ્રાટેકને મળેલા નવા ઓર્ડરથી કંપની માટે ઓર્ડર પાઈપલાઈને પ્રોત્સાહન મળવાની સંભાવના છે. એલારા સિક્યોરિટીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની પસંદગીની કંપાનીઓમાંથી એક PNC ઇન્ફ્રાટેક છે. એલારાનું અનુમાન છે કે માર્ચ ત્રિમાસિકમાં PNC ઇન્ફ્રાટેકનું રાજસ્વ 2317 કરોડ હશે, જે વર્ષ દર વર્ષ 9.5 ટકા અને ક્રમિક રૂપે 28.5 વધી રહ્યું છે. તો 204.5 કરોડનો નફો વર્ષ દર વર્ષ 10.9 ટકા અને ક્રમિક રૂપે 35.3 ટકા વધવાનું અનુમાન છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top