આ 5 બેન્કોમાં 1 વર્ષની FD પર મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ

આ 5 બેન્કોમાં 1 વર્ષની FD પર મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ

05/25/2024 Business

SidhiKhabar

SidhiKhabar

આ 5 બેન્કોમાં 1 વર્ષની FD પર મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ

જો તમે નજીકના ભવિષ્યમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં પોતાની જમા પૂંજીને ઇન્વેસ્ટ કરીને સારો નફો કમાવાનું વિચારી રહ્યા છો તો એ સમાચાર તમારા માટે છે.  FDમાં રોકાણ કરવા પર ગ્રાહકોને એક નિશ્ચિત અવધિ બાદ ગેરંટીડ ઇનકમ મળે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની મોટી પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર લેન્ડર પોતાના ગ્રાહકોને FD કરવા પર સારું રિટર્ન આપી રહ્યા છે. તેમાંથી ઘણી બેન્ક તો 1 વર્ષની FD કરવા પર પોતાના ગ્રાહકોને 7.75 ટકા સુધી વ્યાજ આપી રહી છે. આવો જાણીએ 5 એવી બેન્ક બાબતે જે પોતાના ગ્રાહકોને વર્ષની FD પર સૌથી વધુ રિટર્ન આપી રહી છે.


DCB બેન્ક:

DCB બેન્ક:

DCB બેંક 1 વર્ષની FD પર પોતાના સામાન્ય ગ્રાહકોને 7.25 ટકાની વ્યાજ ઓફર કરી રહી છે, જ્યારે બેન્ક આ ટાઇમ પીરિયડ માટે પોતાના સીનિયર સિટીઝન ગ્રાહકોને 50 બેસિસ પોઈન્ટ વધુ એટલે કે 7.75 ટકાનું વ્યાજ ઓફર કરી રહી છે.


તામિલનાડ માર્કેટઈલ બેન્ક:

તામિલનાડ માર્કેટઈલ બેન્ક:

આ બેન્ક પોતાના સામાન્ય ગ્રાહકોને 1 વર્ષની FD પર 7.25 ટકાનું વ્યાજ ઓફર કરી રહી છે. જ્યારે બેન્ક આ ટાઇમ પીરિયડ બેન્કના સીનિયર સિટીઝન ગ્રાહકોને FD કરવા પર 7.75 ટકાનું વ્યાજ ઓફર કરી રહી છે.


કેનેરા બેન્ક:

કેનેરા બેન્ક:

કેનેરા બેંકમાં 1 વર્ષની FD કરનાર સામાન્ય ગ્રાહકોને 7 ટકાનું વ્યાજ મળે છે. જ્યારે આ ટાઇમ પીરિયડ માટે સીનિયર સીટીઝનને FD કરવા પર 7.50 ટકાનું વ્યાજ મળી રહ્યું છે.


કર્ણાટકા બેન્ક

કર્ણાટકા બેન્ક

આ બેંક પોતાના સામાન્ય ગ્રાહકોને 1 વર્ષની FD પર 7 ટકાનું વ્યાજ આપી રહી છે, જ્યારે બેન્ક પોતાના સીનિયર સિટીઝન ગ્રાહકોને FD કરવા પર 7.40 ટકાનું વ્યાજ આપી રહી છે.


Deutsche બેન્ક:

Deutsche બેન્ક:

Deutsche બેન્ક 1 વર્ષની FD પર પોતાના સામાન્ય ગ્રાહકોને 7 ટકાનું વ્યાજ આપી રહી છે, જ્યારે બેન્ક પોતાના સીનિયર સિટીઝન ગ્રાહકોને પણ 1 વર્ષની FD પર 7 ટકાનું વ્યાજ આપી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top