બજારમાં ઉતરતા જ બેગણા થયા પૈસા, IPO પહેલા જ દિવસે કરી દીધા માલામાલ

બજારમાં ઉતરતા જ બેગણા થયા પૈસા, IPO પહેલા જ દિવસે કરી દીધા માલામાલ

05/21/2024 Business

SidhiKhabar

SidhiKhabar

બજારમાં ઉતરતા જ બેગણા થયા પૈસા, IPO પહેલા જ દિવસે કરી દીધા માલામાલ

એક નાની કંપની ABS Marine Sevicesના શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ABS અમરીન સર્વિસિસ (ABS Marine Sevices)ના શેરે પહેલા જ દિવસે રોકાણકારોના પૈસા બેગણા કરી દીધા છે. IPOમાં ABS મરીન સર્વિસિસના શેરોની કિંમત 147 રૂપિયા હતી. કંપનીના શેર 100 ટકા ફાયદા સાથે 294 રૂપિયા પર બજારમાં લિસ્ટ થયા છે. ABS મરીન સર્વિસિસ (ABS Marine Sevices)નો IPO સબસ્ક્રિપ્શન માટે 10 મે 2024ના રોજ ખૂલ્યો હતો અને એ 15 મે સુધી ખુલ્લો રહ્યો.


લિસ્ટિંગ બાદ લુઢકી ગયા કંપનીના શેર:

લિસ્ટિંગ બાદ લુઢકી ગયા કંપનીના શેર:

શાનદાર લિસ્ટિંગ બાદ ABS Marine Sevicesના શેર લુઢકી ગયા છે. ABS Marine Sevicesના શેર 5 ટકા લોઅર સર્કિટ સાથે 279.30 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરોએ 304 રૂપિયાની હાઇ લેવલ પણ સ્પર્શ કર્યો છે. IPO અગાઉ કંપનીમાં પ્રમોટર્સની હિસ્સેદારી 86.50 ટકા હતી, જે હવે 63.42 ટકા રહી ગઈ છે. ABS Marine Sevicesની શરૂઆત ઓક્ટોબર 1992માં થઈ હતી. કંપની ઓફશોર વેસેલ્સને મેનેજ કરે છે અને 31 ડિસેમ્બર 2023 સુધીના ડેટા મુજબ કંપની પાસે 5 વેસેલ્સ હતા. કંપનીના બિઝનેસ શીપ ઓનરશિપ, શીપ મેનેજમેન્ટ, મરીન સર્વિસિસ અને પોર્ટ સર્વિસિસ આ 4 ડિવિઝન્સમાં વહેચાયેલો છે.


144 ગણાથી વધારે સબ્સ્ક્રાઇબ થયો કંપનીનો IPO:

144 ગણાથી વધારે સબ્સ્ક્રાઇબ થયો કંપનીનો IPO:

ABS Marine Sevicesનો IPO ટોટલ 144.44 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. કંપનીના IPOમાં રિટેલ ઇન્વેસ્ટર્સનો કોટા 110.24 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. તો નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 270.94 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. કંપનીના IPOમાં રિટેલ ઈન્વેસ્ટર્સ 1 લોટ માટે દાવ લગાવી શકતા હતા. IPOના એક લોટમાં 1,000 શેર છે એટલે કે રિટેલ ઇન્વેસ્ટરસે 1.47 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડ્યું છે. કંપનીના પબ્લિક ઈશ્યૂના ટોટલ સાઇઝ 96.29 કરોડ રૂપિયાની છે. કંપનીએ શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના SME એક્સચેન્જ પર લિસ્ટ થયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top