મનોવાંચ્છિત વરની પ્રાપ્તિ માટે છઠ્ઠા નોરતે આ પદ્ધતિથી કરો માતા કાત્યાયનીની પૂજા!

મનોવાંચ્છિત વરની પ્રાપ્તિ માટે છઠ્ઠા નોરતે આ પદ્ધતિથી કરો માતા કાત્યાયનીની પૂજા!

10/11/2021 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

મનોવાંચ્છિત વરની પ્રાપ્તિ માટે છઠ્ઠા નોરતે આ પદ્ધતિથી કરો માતા કાત્યાયનીની પૂજા!

નવરાત્રિ: નવરાત્રિ દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતાનું છઠ્ઠું સ્વરૂપ મા કાત્યાયનીનું છે. માતાએ મહિષાસુર અને શુભ અને નિશુમ્ભ રાક્ષસનો વધ કર્યો. કાત્યાયન ઋષિની પુત્રી હોવાથી માતા 'કાત્યાયની' નામથી ઓળખાયા. માતાને મહિષાસુર મર્દિની પણ કહેવામાં આવે છે. માતા કાત્યાયનીએ મહિષાસુર, શુમ્ભ અને નિશુમ્ભનો વધ કરીને તેમની કેદમાંથી નવ ગ્રહોને મુક્ત કર્યા. ભગવાન રામ અને શ્રી કૃષ્ણ દ્વારા માતા કાત્યાયનીની પૂજા પણ કરવામાં આવી હતી. ચાલો જાણીએ માતા કાત્યાયનીની ઉપાસના પદ્ધતિ, મંત્ર, ભોગ અને ફળ વિશે...


કાત્યાયની માતાની પૂજા કઈ રીતે કરશો?

કાત્યાયની માતાની પૂજા કરવાથી અદભૂત શક્તિનો સંચાર થાય છે. સવારે વહેલા ઉઠી સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થઈ સ્વચ્છ કપડાં પહેરવા. માતાની મૂર્તિને શુદ્ધ જળ અથવા ગંગાજળથી સ્નાન કરવો. માતાને પીળા રંગના કપડાં અર્પણ કરો. સ્નાન કર્યા પછી માતાને ફૂલ અર્પણ કરો. માતાને કુમકુમ લગાવો. પૂજામાં શ્રીફળ, કળશ, ગંગાજળ, ચોખા, ચૂંદડી, મધ, અગરબત્તી, ધૂપ-દીપ, ઘી  વગેરે સામગ્રીનો ઉપયોગ કરવો. માતા કાત્યાયનીની પૂજા સમયે હાથમાં ફૂલ ધારણ કરી રાખવું.


શ્લોક

શ્લોક

કાત્યાયની માતાનો શ્લોક આ મુજબ છે.

ચંદ્રહાસોજ્જ્વલકરા શાર્દુલવરવાહના |

કાત્યાયની શુભમ્ દદ્યાદેવી દાનવ-ઘાટિની ||

ઉપાસના મંત્ર :

યા દેવી સર્વભૂતેષુ મા કાત્યાયની રૂપેણ સંસ્થા |

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ||

અર્થાત, કાત્યાયની સ્વરૂપે સર્વત્ર બિરાજમાન હે માતા અંબે, આપને મારા વારંવાર પ્રણામ!

જે કન્યાઓના લગ્નમાં વિલંબ થતો હોય, એમણે દેવી કાત્યાયનીની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. જેથી એમને મનોવાંચ્છિત વરની પ્રાપ્તિ થાય. આ માટેનો કાત્યાયની મંત્ર નીચે મુજબ છે.

કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી |

નંદગોપસુતમ્ દેવિ પતિમ્ કુરુતે નમ: ||


માતાને શાનો ભોગ ધરાવશો?

માતાને શાનો ભોગ ધરાવશો?

માતાને પાંચ પ્રકારના ફળ અને મીઠાઈ અર્પણ કરો. મા કાત્યાયનીને મધ અને દૂધી પસંદ છે. આથી આ ચીજોનો ભોગ અર્પણ કરી શકાય છે.

પૂજાનું ફળ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, મા કાત્યાયની તેના ભક્તો માટે ઉદાર છે અને તેમની ઇચ્છાઓ પૂરી કરે છે. એવું માનવામાં આવે છે કે મા કાત્યાયની જેની પર પ્રસન્ન થાય તેણે યોગ્ય વર મળે તેવા આશીર્વાદ આપે છે અને લગ્નમાં આવતા  અવરોધો દૂર કરે છે.કાત્યાયની માતાને સાચા હૃદયથી ભજનાર સાધકના રોગ, શોક, સંતાપ, ભય વગેરે દૂર થાય છે. સાચા સાધકના જન્મોજન્મના પાપ માતા દૂર કરે છે.

 

નોંધ- આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને બિનસાંપ્રદાયિક માન્યતાઓ પર આધારિત છે, જે માત્ર સામાન્ય જનહિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top