EVM-VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો' આ તમામ અરજીઓ ફગાવી! અને કહ્યું'EVM-VVPATને મેચ કર

EVM-VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો' આ તમામ અરજીઓ ફગાવી! અને કહ્યું'EVM-VVPATને મેચ કરવાની જરૂર..'જાણો?

04/26/2024 National

SidhiKhabar

SidhiKhabar

EVM-VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો' આ તમામ અરજીઓ ફગાવી! અને કહ્યું'EVM-VVPATને મેચ કર

EVM-VVPAT case :  સુપ્રીમ કોર્ટે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજી પર મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે


સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

આ મામલે સુપ્રીમકોર્ટે તમામ અરજીઓ ફગાવતાં કહ્યું કે આવું કરવાની કોઈ જરૂર જ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મતદાન બાદ 45 દિવસ સુધી ઈવીએમ સુરક્ષિત રખાશે. અને સૂચવ્યું હતું કે ચૂંટણી પંચે ભવિષ્યમાં VVPAT સ્લિપમાં બાર કોડ પર પણ વિચાર કરવો જોઈએ. આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગ પણ ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમકોર્ટે તેના ચુકાદામાં વધુમાં કહ્યું કે ચૂંટણીના પરિણામ આવી ગયાના 7 દિવસ સુધીમાં ઉમેદવારો તપાસની માગ કરી શકશે અને તેના માટે જે કંઈ ખર્ચ આવશે તો તે ઉમેદવારે ભોગવવાનો રહેશે. આ સાથે સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વીવીપેટની તમામ સ્લિપ સાથે ઈવીએમને મેચ નહીં કરવામાં આવે.



સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ સવાલો કર્યા

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ સવાલો કર્યા

અગાઉ આ કેસમાં જજ સંજીવ ખન્ના (Justice Sanjeev Khanna)એ ચૂંટણી પંચને સવાલો કરતા પૂછ્યું હતું કે, 'માઈક્રો કંટ્રોલર કંટ્રોલ યુનિટમાં હોય છે કે પછી VVPATમાં, માઈક્રો કંટ્રોલર વન ટાઈમ પ્રોગ્રામેબલ એટલે કે એક જ વખત પ્રોગ્રામ કરી શકાય છે કે ફરીથી પણ પ્રોગ્રામ કરી શકાય છે, તમારી પાસે કેટલા સિમ્બોલ લોડિંગ યુનિટ છે, તમે ડેટાને 30 દિવસ સુરક્ષિત રાખો છે કે 45 દિવસ અને તમામ ઈવીએમના ત્રણેય યુનિટની સીલિંગ એકસાથે કરવામાં આવે છે કે પછી કંટ્રોલ યુનિટ અને VVPATને અલગ રાખવામાં આવે છે?'

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top