ભાઈએ બહેનનું 'મામેરુ' ભરવાની આ ઘટના એ લોકોના હોંશ ઉડાવી દીધા! ઈર્ષાખોર પત્નીને આ પસંદ નહોતું અન

ભાઈએ બહેનનું 'મામેરુ' ભરવાની આ ઘટના એ લોકોના હોંશ ઉડાવી દીધા! ઈર્ષાખોર પત્નીને આ પસંદ નહોતું અને પતિને જ..'જાણો સમગ્ર ઘટના?

04/25/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

ભાઈએ બહેનનું 'મામેરુ' ભરવાની આ ઘટના એ લોકોના હોંશ ઉડાવી દીધા! ઈર્ષાખોર પત્નીને આ પસંદ નહોતું અન

બહેનના ઘેર લગ્નપ્રસંગ હોય એટલે ભાઈ હોંશે-હોંશે મામેરુ ભરતો હોય છે. ભાઈ ગજા પ્રમાણે બહેનનું મામેરુ ભરતો હોય છે પરંતુ તાજેતરમાં મામેરાની એક એવી ઘટના બની જેણે લોકોના હોશ ઉડાવી દીધાં હતા. પતિ તેની બહેનને તેના લગ્ન પર કેટલીક ભેટો આપવા માગતો હતો પરંતુ પત્ની વિરોધમાં હતી.


26 એપ્રિલે બહેનના લગ્ન હતા

26 એપ્રિલે બહેનના લગ્ન હતા

યુપીના બારાબંકીમાં બનેલી આ ઘટનામાં 33 વર્ષીય ચંદ્ર પ્રકાશ મિશ્રા નામના યુવાનનું તેની પત્ની ચબીએ મારઝૂડ કરીને હત્યા કરી નાખી હતી. 26 એપ્રિલે ચંદ્ર પ્રકાશની બહેનના લગ્ન હતા અને તે મામરામાં સોનાની વીંટી અને ટીવી આપવા માગતો હતો પરંતુ પત્ની વિરોધમાં હતી અને આ વાત બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી અને પત્નીએ પોતાના પિયરવાળાને બોલાવ્યાં હતા. ચબીએ તેના પિયરમાંથી ભાઈઓને ફોન કરીને કહ્યું કે અહીંયા આવજો, તેને પાઠ ભણાવવો છે.


એક કલાક સુધી લાકડીઓ મારીને

એક કલાક સુધી લાકડીઓ મારીને

ચબીના ભાઈએ બનેવી ચંદ્રપ્રકાશને એક કલાક સુધી લાકડીઓ મારીને અધમુઓ કરી નાખ્યો હતો. ઘરના સભ્યો તેને લઈને તાત્કાલિક હોસ્પિટલ દોડ્યાં પરંતુ એટલી વારમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસે જણાવ્યું કે, ચાબી અને તેના ભાઈઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કેસ દાખલ કરવામાં આવ્યો છે.


મોટી ભેટ આપવા માગતો હતો

મોટી ભેટ આપવા માગતો હતો

ચંદ્રપ્રકાશ બેંગ્લુરુમાં કોઈ સારી નોકરી કરતો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. તે ખાધે-પીધે સુખી હતો તેથી બહેનના લગ્નપ્રસંગે તેને મોટી ભેટ આપવા માગતો હતો પરંતુ ઈર્ષાખોર પત્નીને આ પસંદ નહોતું અને તેમની વચ્ચે મોટો ઝગડો થયો અને આખરે તેમણે ભાઈઓને બોલાવીને માર મારીને મરાવી નખાવ્યો. ચંદ્રપ્રકાશ 26 એપ્રિલે થનારા તેની બહેનના લગ્નમાં તેને એલઈડી ટીવી, સોનાનિંગ રિંગ સહિતની બીજી વસ્તુઓનું મામેરુ ભરવા માગતો હતો. ચંદ્રપ્રકાશને ગોપાલ નામનો એક વર્ષનો છોકરો પણ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top