બીજા તબક્કાનું મતદાન શરૂ ' રાહુલ ગાંધી સહિત આ નેતાઓની અગ્નિપરીક્ષા! જાણો 9 વાગ્યા સુધીમાં કયા ર

બીજા તબક્કાનું મતદાન શરૂ ' રાહુલ ગાંધી સહિત આ નેતાઓની અગ્નિપરીક્ષા! જાણો 9 વાગ્યા સુધીમાં કયા રાજ્યમાં કેટલું મતદાન થયું?

04/26/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

બીજા તબક્કાનું મતદાન શરૂ ' રાહુલ ગાંધી સહિત આ નેતાઓની અગ્નિપરીક્ષા! જાણો 9 વાગ્યા સુધીમાં કયા ર

Lok Sabha Elections 2024 : આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ 13 રાજ્યોમાં 88 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે.  જે 88 બેઠકો પર મતદાન થવાનું છે તેમાં કેરળની તમામ 20 બેઠકો સામેલ છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi) કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. બીજા તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી પણ મધ્ય પ્રદેશની બેતુલ બેઠક પર બસપા (BSP)ના ઉમેદવારનું મોત થઇ જતાં આ બેઠકની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજવામાં આવશે


આ બેઠકો પર મતદાન

આ બેઠકો પર મતદાન

આજે કેરળની તમામ 20 બેઠકો ઉપરાંત કર્ણાટકની 14, રાજસ્થાનની 13, મહારાષ્ટ્રની 8, ઉત્તર પ્રદેશની 8, મધ્ય પ્રદેશની 6, આસામની 5, બિહારની 5, છત્તીસગઢની 3, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 1, ત્રિપુરાની 1 અને જમ્મુ-કાશ્મીરની 1 બેઠક પર ચૂંટણી યોજવામાં આવશે. આજની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 15.88 કરોડ મતદારો માટે 1.67 મતદાન કેન્દ્રોની રચના કરવામાં આવી છે અને તેમાં 16 લાખ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. 


બીજા તબક્કાના કુલ એટલા મતદારો

બીજા તબક્કાના કુલ એટલા મતદારો

બીજા તબક્કાની ચૂંટણી માટે કુલ 15.88  કરોડ મતદારો છે જેમાં 8.08 કરોડ પુરુષ અને 7.8 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આવતીકાલની ચૂંટણીમાં 34.8  લાખ મતદારો નવા છે જે પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.20  થી 29 વર્ષના યુવા મતદારોની સંખ્યા 3.28 કરોડ છે. હિટવેવને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બિહારની ચાર બેઠકોના અનેક મતદાન મથકોમાં મતદાનના સમયમાં વધારો કર્યો છે. 



9 વાગ્યા સુધી કેટલું મતદાન?

9 વાગ્યા સુધી કેટલું મતદાન?

બિહારમાં 9.65% ,છત્તીસગઢમાં 15.42%, જમ્મુમાં 10.39%, કર્ણાટકમાં 9.21%, કેરળમાં 11.90%, મધ્યપ્રદેશમાં 13.82%, મહારાષ્ટ્રમાં 7.45%, રાજસ્થાનમાં 11.77%, ઉત્તર પ્રદેશમાં 11.67%, પશ્ચિમ બંગાળમાં 15.68%



દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. તેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), બીજેપી નેતા તેજસ્વી સૂર્યા (કર્ણાટક), મથુરાથી હેમા માલિની, મેરઠથી અરુણ ગોવિલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (વાયનાડ), તિરુવનંતપુરમથી શશિ થરૂર, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના ભાઈ ડી.કે. સુરેશ (કોંગ્રેસ) અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી (જેડીએસ) સામેલ છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top