બીજા તબક્કા હેઠળ મતદાન સમયે EVM ખરાબ થવાની ફરિયાદો,તો બીજી બાજુ આ રાજ્યમાં મતદાન દરમિયાન અથડામણ

બીજા તબક્કા હેઠળ મતદાન સમયે EVM ખરાબ થવાની ફરિયાદો,તો બીજી બાજુ આ રાજ્યમાં મતદાન દરમિયાન અથડામણ!

04/26/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

બીજા તબક્કા હેઠળ મતદાન સમયે EVM ખરાબ થવાની ફરિયાદો,તો બીજી બાજુ આ રાજ્યમાં મતદાન દરમિયાન અથડામણ

Lok Sabha Elections 2024 : આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ 13 રાજ્યોમાં 88 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે.  જે 88 બેઠકો પર મતદાન થવાનું છે તેમાં કેરળની તમામ 20 બેઠકો સામેલ છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. બીજા તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી પણ મધ્ય પ્રદેશની બેતુલ બેઠક પર બસપાના ઉમેદવારનું મોત થઇ જતાં આ બેઠકની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજવામાં આવશે.એવા માં ઘણી જગ્યાએ EVM ખરાબ થવાની ફરિયાદો સામે આવી છે. પૂર્ણિયાના બૂથ નંબર 263માં ઈવીએમમાં ​​ખામી સર્જાતા હજુ મતદાન શરૂ થયું નથી


મતદાન દરમિયાન અથડામણ

મતદાન દરમિયાન અથડામણ

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન અથડામણનો મામલો સામે આવ્યો છે. બલૂરઘાટના એક મતદાન મથક પર પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારની સામે 'ગો બેક'ના નારા લગાવવામાં આવ્યા હતા. અહીં તૃણમૂલ (TMC)ના કાર્યકર્તાઓએ સુકાંત મજુમદારનો વિરોધ કર્યો છે. તૃણમૂલના કાર્યકરોનો આરોપ છે કે ભાજપ ઉમેદવારે અહીં તણાવ પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે સુકાંત મજુમદારનો આરોપ છે કે ટીએમસીના કાર્યકરોએ તેમના પોલિંગ બૂથ એજન્ટને માર માર્યો હતો. આ ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો છે કે ટીએમસી કાર્યકર્તાઓ મતદાન કેન્દ્રના 100 મીટરની અંદર તેમની વિરુદ્ધ એકઠા થયા હતા.


અત્યાર સુધી ક્યાં અને કેટલું મતદાન?

અત્યાર સુધી ક્યાં અને કેટલું મતદાન?

રાજ્ય

11 વાગ્યા સુધીમાં મતદાન

9 વાગ્યા સુધીમાં મતદાન

ત્રિપુરા

36.42%

16.65%

પશ્ચિમ બંગાળ

31.25%

15.68%

છત્તીસગઢ

35.47%

15.42%

મણિપુર

33.22%

14.80%

મધ્ય પ્રદેશ

28.15%

13.82%

કેરળ

25.61%

11.90%

રાજસ્થાન

26.84%

11.77%

ઉત્તર પ્રદેશ

24.31%

11.67%

કર્ણાટક

22.34%

9.21%

જમ્મુ અને કાશ્મીર

26.61%

10.39%

આસામ

27.43%

9.15%

બિહાર

21.68%

9.65%

મહારાષ્ટ્ર

18.33%

7.45%

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top