સંતાનપ્રાપ્તિ માટે આ પદ્ધતિથી કરો સ્કંદમાતાની પૂજા : જાણો શુભ સમય, મંત્ર અને વ્રતનું ફળ

સંતાનપ્રાપ્તિ માટે આ પદ્ધતિથી કરો સ્કંદમાતાની પૂજા : જાણો શુભ સમય, મંત્ર અને વ્રતનું ફળ

10/10/2021 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

સંતાનપ્રાપ્તિ માટે આ પદ્ધતિથી કરો સ્કંદમાતાની પૂજા : જાણો શુભ સમય, મંત્ર અને વ્રતનું ફળ

નવરાત્રિ: હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ઘણું મહત્વ છે. નવરાત્રીનો પવિત્ર તહેવાર 7 ઓક્ટોબરથી શરૂ થયો છે. નવરાત્રિનો તહેવાર નવ દિવસ સુધી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. 10 ઓક્ટોબરે માતાનું પાંચમું નોરતું છે. નવરાત્રિના પાંચમા દિવસે માતાના પાંચમા સ્વરૂપ દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. માતા તેના ભક્તો પર પુત્રની જેમ સ્નેહ વરસાવે છે. માતાની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.


માતા સ્કંદમાતાનું સ્વરૂપ

સ્કંદમાતા કમળના આસન પર બિરાજમાન છે, તેથી જ તેમને પદ્માસન દેવી પણ કહેવામાં આવે છે. મા સ્કંદમાતાને પાર્વતી અને ઉમા તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાની પૂજા કરવાથી મનવાંછિત સંતાન પ્રાપ્ત થાય છે. માતાનું વાહન સિંહ છે. મા સ્કંદમાતા સૌરમંડળના અધ્યક્ષ દેવતા છે.

માતાની પૂજા કરવાથી પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે. માતા સ્કંદમાતાને સફેદ રંગ પસંદ છે. માતાની પૂજામાં સફેદ રંગના વસ્ત્રોનો ઉપયોગ કરો. માતાની પૂજા કરતી વખતે પીળા રંગના કપડા પહેરો. કેળાનો ભોગ માતાને ખૂબ પ્રિય છે. તમે માતાને ખીરનો પ્રસાદ પણ ધરાવી શકો છો.


સ્કંદમાતા પૂજા વિધી...

સ્કંદમાતા પૂજા વિધી...

સવારે વહેલા ઉઠી, સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી સ્વચ્છ કપડાં પહેરો. માતાની મૂર્તિને ગંગાજળથી અભિષેક કરો, ફૂલો અર્પણ કરો. માતાને રોલી કુમકુમ પણ લગાવો. માતાને મીઠાઈ અને પાંચ પ્રકારના ફળો અર્પણ કરો. મા સ્કંદમાતાનું વધુ ને વધુ ધ્યાન ધરો. માતાની આરતી કરો.


સ્કંદમાતાની પૂજા કરવાથી પ્રાપ્ત થતું ફળ

સ્કંદમાતાની કૃપાથી સંતાનસુખ પ્રાપ્ત થાય છે. માતાને વિદ્યાવાહિની દુર્ગા દેવી પણ કહેવામાં આવે છે. માતાની ઉપાસના કરવાથી વ્યક્તિ અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે.


ધ્યાનમંત્ર

સિંહાસનગતા નિત્યમ્ પદ્મશ્રિતકરદ્વયા |

શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની ||


યા દેવી સર્વભૂતેષુ મા સ્કંદમાતા રૂપેન સંસ્થિતા|

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ||

બીજમંત્ર

ॐ દેવી સ્કંદમાતાયૈ નમ:

શુભ સમય-

બ્રહ્મ મુહૂર્ત - 04:40 AM થી 05:29 AM

અભિજિત મુહૂર્ત - 11:45 AM થી 12:31 PM

વિજય મુહૂર્ત - 02:04 PM થી 02:51 PM

સંધિકાળ મુહૂર્ત - 05:45 PM થી 06:09 PM

રવિ યોગ - 02:44 PM થી 07:54 PM


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top