બ્રિટનમાં બની શીખ સમુદાય માટે પહેલી કોર્ટ, કહ્યું કે- આ કોર્ટનો ઉદ્દેશ બ્રિટનની પરંપરાગત કોર્ટન

બ્રિટનમાં બની શીખ સમુદાય માટે પહેલી કોર્ટ, કહ્યું કે- આ કોર્ટનો ઉદ્દેશ બ્રિટનની પરંપરાગત કોર્ટના અધિકાર પર..., જાણો વિગતો

04/26/2024 World

SidhiKhabar

SidhiKhabar

બ્રિટનમાં બની શીખ સમુદાય માટે પહેલી કોર્ટ, કહ્યું કે- આ કોર્ટનો ઉદ્દેશ બ્રિટનની પરંપરાગત કોર્ટન

બ્રિટનમાં રહેતા શીખ સમુદાય માટે બ્રિટીશ શીખ વકીલો દ્વારા દેશની પહેલી શીખ કોર્ટનો પ્રારંભ થયો છે. હવે ત્યાં રહેતા શીખ સમુદાયના લોકો પોતાના પારિવારિક વિવાદો તથા આંતરિક ઝઘડા માટે આ કોર્ટનો સહારો લઈ શકશે. અને કોર્ટ તેમને સમાધાન લાવવા મદદરૂપ બનશે.


ધાર્મિક મંત્રોચ્ચાર સાથે આ કોર્ટની શરૂઆત

ધાર્મિક મંત્રોચ્ચાર સાથે આ કોર્ટની શરૂઆત

માહિતી અનુસાર લંડનની એક હોટલમાં યોજાયેલા સમારોહમાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે આ કોર્ટ શરૂ કરવામાં આવી હતી. આ કોર્ટની સ્થાપના કરનારા પૈકીના એક વકીલ બલદીપ સિંહે કહ્યું હતુ કે, 'કોર્ટ શરુ કરવા પાછળનો ઉદ્દેશ શીખ સમુદાય વચ્ચે થતા ઝઘડા અને વિવાદોનો ઉકેલ લાવીને શીખ પરિવારોની મદદ કરવાનો છે.' વ્યક્તિગત રીતે સંચાલિત આ કોર્ટમાં 15 જેટલા લોકો ન્યાયાધીશ તરીકે ફરજ બજાવશે અને તેમાં પણ મોટાભાગની મહિલાઓ હશે. તેમનુ કામ કોર્ટ સુધી પહોંચેલા બંને પક્ષોના વિવાદનો ઉકેલ લાવીને સમાધાન કરાવવાનુ રહેશે.


આ કોર્ટનો ઉદ્દેશ બ્રિટનની પરંપરાગત કોર્ટના અધિકાર પર કબ્જો જમાવવાનો નથી

આ કોર્ટનો ઉદ્દેશ બ્રિટનની પરંપરાગત કોર્ટના અધિકાર પર કબ્જો જમાવવાનો નથી

કોર્ટની સ્થાપના કરતા પહેલા શીખ સમુદાયની સંસ્થાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એ પછી નક્કી થયુ છે કે, આ કોર્ટમાં ઘરેલુ હિંસા, જૂગાર તથા ડ્રગ્સને લગતા કેસની  સુનાવણીઓ હાથ ધરવામાં આવશે. ઉપરાંત આ કોર્ટમાં સુનાવણી કરવા માટે બંને પક્ષો વચ્ચે સંમતિ હોવી જરૂરી છે. અને જો સુનાવણી બાદ પણ બંને પક્ષો સમાધાન માટે રાજી નહીં હોય તો તેઓ તેમના વિવાદનો બીજા કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરીને ઉકેલ લાવવા માટે સ્વતંત્ર રહેશે. શીખ સમુદાય દ્વારા તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે, આ શીખ કોર્ટનો ઉદ્દેશ બ્રિટનની પરંપરાગત કોર્ટના અધિકાર પર કબ્જો જમાવવાનો કે તેની કામગીરીમાં પરેશાની ઉભી કરવાનો નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top