અરવિંદ કેજરીવાલ પર EDના ફરી આ ગંભીર આરોપ! કહ્યું કેજરીવાલે 170 ફોન બદલ્યા અને...'જાણો શું કહ્યુ

અરવિંદ કેજરીવાલ પર EDના ફરી આ ગંભીર આરોપ! કહ્યું કેજરીવાલે 170 ફોન બદલ્યા અને...'જાણો શું કહ્યું?

04/26/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

અરવિંદ કેજરીવાલ પર EDના ફરી આ ગંભીર આરોપ! કહ્યું કેજરીવાલે 170 ફોન બદલ્યા અને...'જાણો શું કહ્યુ

Delhi Liquor Scam Case: સંજય સિંહ જ્યારથી જેલમાંથી છૂટીને બહાર આવ્યા છે, અરવિંદ કેજરીવાલને ચર્ચામાં રાખવાનો પ્રયત્ન કરે છે અને ઘણીવખત સફળ પણ રહે છે. અરવિંદ કેજરીવાલને લઈને સંજય સિંહના રાજકીય નિવેદન ઘણાં આક્રમક હોય છે અને સંબંધિત પક્ષને સ્પષ્ટતા પણ આપવી પડે છે.


કેજરીવાલની સાથે આતંકવાદીઓ જેવું વર્તન- સંજય સિંહે

કેજરીવાલની સાથે આતંકવાદીઓ જેવું વર્તન- સંજય સિંહે

સંજય સિંહે તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલની સાથે ગુનેગારો અને આતંકવાદીઓ જેવું વર્તન થતુ હોવાના આરોપ લગાવ્યા છે અને ઘણી વખત તેમના નિશાને વડાપ્રધાન મોદી અને દિલ્હીના ડેપ્યુટી ગવર્નર વી. કે. સક્સેના હોય છે.તિહાર જેલમાં કેદીઓના બે જૂથ વચ્ચે થયેલા હિંસક સંઘર્ષ બાદ સંજય સિંહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હત્યાની આશંકા વ્યક્ત કરી છે અને દિલ્હી સરકારની મંત્રી આતિશીને મુખ્યમંત્રી કેજરીવાલ સાથે મુલાકાતની મંજૂરી ન આપવાનો પણ આરોપ લગાવ્યો છે જેને તિહાર જેલ તંત્રએ ફગાવી દીધો છે.

અરવિંદ કેજરીવાલ તરફથી પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા પડકારને કાઉન્ટર કરતા ઈડીએ જે સોગંદનામું દાખલ કર્યું છે તેમાં દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ ડિજિટલ પુરાવાનો નાશ કરવા જેવા મોટા ગંભીર આરોપ લગાવ્યા છે. જો તપાસ એજન્સીએ આરોપોને સાબિત કરી દીધા તો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું રાજકારણ ખતમ થઈ જવાનું પણ જોખમ લાગે છે. ઈડીએ દારૂ કૌભાંડના કેસમાં આમ આદમી પાર્ટીને પણ પક્ષકાર બનાવી છે.


કેજરીવાલ પર ગંભીર આરોપ

કેજરીવાલ પર ગંભીર આરોપ
  1. ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્ય કાવતરું કરનાર ગણાવ્યા છે અને તપાસમાં સહયોગ ન કરવાનો આરોપ લગાવ્યો છે.  
  2. EDનો આરોપ છે કે જે પીરિયડમાં દારૂ કૌભાંડ કરવામાં આવ્યુ, આ દરમિયાન 170 મોબાઈલ ફોન બદલવામાં આવ્યા અને નાશ કરી દેવામાં આવ્યા. ઈડી અનુસાર આ કાર્યમાં 36 લોકો સામેલ હતા અને ઈડીએ તેને ડિજિટલ પુરાવા નાશ કરવાનો મામલો ગણાવ્યો છે.
  3. પોતાની ધરપકડને ખોટી ગણાવતા અરવિંદ કેજરીવાલ તરફથી દલીલ કરવામાં આવી છે કે લોકસભા ચૂંટણીના સમયે ધરપકડ કરીને તેમને ચૂંટણી પ્રચારથી રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલે તેને નિષ્પક્ષ ચૂંટણીના ખ્યાલ વિરુદ્ધ ગણાવ્યુ છે.
  4. ધરપકડની કાર્યવાહીને યોગ્ય ઠેરવતા ઈડીએ સોગંદનામામાં કહ્યુ છે, ભલે કોઈ ગમે તેટલા ઊંચા પદ પર બેસ્યા હોય પરંતુ તેના વિરુદ્ધ મજબૂત પુરાવા છે તો તેની ધરપકડ કરી શકાય છે.
  5. ઈડીની દલીલ છે કે જો અરવિંદ કેજરીવાલની નિષ્પક્ષ ચૂંટણી વાળી દલીલ સ્વીકાર કરી લેવામાં આવે છે તો ગુનામાં સામેલ રાજનેતાઓને ધરપકડથી છૂટ મળી જશે.
  6. સંજય સિંહે આરોપ લગાવ્યો કે તિહાર જેલ તંત્રએ દિલ્હી સરકારના મંત્રી આતિશીને પોતાના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ન મળવા દેવાયા પરંતુ જેલ તંત્ર તરફથી જણાવવામાં આવ્યુ છે કે સૌરભ ભારદ્વાજ અને આતિશીને અલગ અલગ દિવસ મુલાકાતનો સમય આપવામાં આવ્યો છે. જેલ તંત્રનું કહેવું છે કે આતિશીને 29 એપ્રિલે મળવાની પરવાનગી આપવામાં આવી છે. ધ્યાન રાખો કે આ મુલાકાતો કોઈ કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રીની વચ્ચેની નહીં, પરંતુ એક વ્યક્તિની અંગત ક્ષમતાથી જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં બંધ એક કેદીની વચ્ચે થાય છે.
  7. સંજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ફરિયાદ કરી છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હેરાન કરવા માટે તિહાર જેલને યાતના ગૃહ બનાવી દીધુ છે.
  8. આમ આદમી પાર્ટી નેતા સંજય સિંહ કહે છે, વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણકારી મળે છે કે એલજી ઓફિસ દ્વારા 24 કલાક કેજરીવાલ પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. એ જોવામાં આવી રહ્યું છે કે તેઓ શું કરી રહ્યા છે? શું વાંચી રહ્યા છે? ક્યારે સૂઈ રહ્યા છે? ક્યારે જાગી રહ્યા છે? તેમની એક-એક પ્રવૃતિ પર એવી નજર રાખવામાં આવી રહી છે. જાણે તેમની કોઈ મોટો જાસૂસ દ્વારા જાસૂસી કરાઈ રહી છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top