સસ્પેન્ડ થતા જ નિલેશ કુંભણીએ સામે આવી કર્યા કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપ, કહ્યું- વિરોધ કરનારા કો

સસ્પેન્ડ થતા જ નિલેશ કુંભણીએ સામે આવી કર્યા કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપ, કહ્યું- વિરોધ કરનારા કોંગ્રેસના નેતા જ..., જાણો હકીકત

04/26/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

સસ્પેન્ડ થતા જ નિલેશ કુંભણીએ સામે આવી કર્યા કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપ, કહ્યું- વિરોધ કરનારા કો

ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં જોરદાર ચર્ચામાં રહેલા સુરત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ  કોંગ્રેસે સસ્પેન્ડ કર્યાના એક કલાકમાં પોતાનો વીડીયો જાહેર કરી ખુલાસો કરી રહ્યા છે. જેમાં તેમણે જણાવ્યું કે, હું હાઇકમાન્ડના સંપર્કમાં હતો અને બાબુભાઇ સાથે વાતચીત કરતો હતો તેમજ આવતીકાલે સવારે હું અમદાવાદ પહોંચવાનો હતો. સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થયાના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદથી ગાયબ હતા.


2017માં પણ મને ભાજપની ઓફર હતી

2017માં પણ મને ભાજપની ઓફર હતી

કોંગ્રેસે સસ્પેન્ડ કર્યાના એક કલાક બાદ જાહેર કરેલા વીડિયોમાં નિલેશ કુંભાણીએ આક્ષેપો કરતા જણાવ્યું કે, બધાનો સાથ સહકાર લઈને પીટીસન દાખલ કરવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઈશારે કોંગ્રેસના કાર્યકરો અહીં ઘરે આવીને અને મારો વિરોધ પ્રદર્શન કરીને મને પરત ફરવા મજબૂર કર્યો હતો. કોંગ્રેસ નેતા બૂથની વિગતો આપવા પણ તૈયાર ન હતા.

વધુમાં તેમણે કહ્યું કે, હકીકતમાં વિરોધ કરનારા કોંગ્રેસના નેતા જ ભાજપ સાથે મળેલા હતા. એક પણ આગેવાન મારી સભામાં કે પ્રચારમાં આવ્યા ન હતા. 2017માં પણ મને ભાજપની ઓફર હતી, મને અપક્ષમાં જોડાવવા ભાજપ તરફથી કહેવાયું પણ હતું. પરંતુ મેં કોંગ્રેસને નુકસાની જાય તેવું કશું કર્યું નથી. આ ઉપરાંત નિલેશ કુંભાણીએ પ્રતાપ દૂતાતને આડે હાથ લઈને કહ્યું હતું કે, 'દુધાત મારો ફોન ઉપાડતા ન હતા. ફોર્મ ભરતા સમયે દૂધાત હાજર રહ્યા ન હતા. પ્રતાપ દૂધાત માટે મે હાઇકમાન્ડને વાત પણ કરી હતી.'


કોંગ્રેસની શિસ્ત સમિતિએ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

કોંગ્રેસની શિસ્ત સમિતિએ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ હતી. આ પછીથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. કોંગ્રેસના કાર્યકરોમાં નિલેશ કુંભાણીને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો અને કાર્યકરોએ સુરત ખાતેના ઘરે 'જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો' જેવા બેનર લઈને દેખાવ કર્યો હતો. જો કે આજે કોંગ્રેસની શિસ્ત સમિતિએ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે કુંભાણી અચાનક જ પ્રગટ થયા છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top