મેડીકલ સાયન્સની નવી સિદ્ધિ! આ પ્રાણીની કિડની અને હૃદયથી આપ્યું એક મહિલાને જીવનદાન..!? જાણો રસપ્

મેડીકલ સાયન્સની નવી સિદ્ધિ! આ પ્રાણીની કિડની અને હૃદયથી આપ્યું એક મહિલાને જીવનદાન..!? જાણો રસપ્રદ વાત

04/26/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

મેડીકલ સાયન્સની નવી સિદ્ધિ! આ પ્રાણીની કિડની અને હૃદયથી આપ્યું એક મહિલાને જીવનદાન..!? જાણો રસપ્

આજે વિવિધ બીમારીઓની વચ્ચે ઓર્ગન ફેયલીઅરની સમસ્યા વધુ સામે આવી રહી છે. જો કે મેડીકલ સાયન્સે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ તેના ઉપાય સ્વરૂપે કામે લગાડ્યો છે. તેમ છતાં સામે તેણી ઉપલબ્ધતા પણ તેટલી જ અગત્યની છે. ઉપરાંત વ્યક્તિ જ્યારે એકથી વધારે અંગોની નિષ્ફળતાથી પીડાઈ રહ્યો હોય ત્યારે તેના માટે સમસ્યાનો ઉકેલ લાવવો મુશ્કેલી ભર્યું બને છે. આ વચ્ચે. અમેરિકાથી સામે આવેલા એક મામલામાં કિડની અને હાર્ટ ફેયલીઅરની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલી એક મહિલાને ડૂક્કરની કિડની અને હાર્ટ ડિવાઈઝ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ પહેલા અમેરિકાના એક પુરુષના શરીરમાં પણ ડૂક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.


ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી

ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી

માહિતી મુજબ, અમેરિકાના ન્યુજર્સીની રહેવાસી 54 વર્ષીય લિઝા પિસાનોનું હાર્ટ અને કિડનીની સમસ્યા  છેલ્લા સ્ટેજમાં પહોંચી ગઈ હતી. એનવાયયુ લેન્ગોન હેલ્થના ડોક્ટર્સે તેમની સમસ્યાનું સમાધાન બે સ્ટેજમાં કરવાનું નક્કી કર્યું હતું. પહેલા લિઝાના હાર્ટમાં પમ્પિંગ ડિવાઈઝ લગાવવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં સફળતા મળતાની સાથે જ તેને આનુવંશિક રીતે સંશોધિત ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. એનવાયયુની ટીમની જાહેરાત મુજબ, હાલ લિઝા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.


આ સાથે જ ડુક્કરની કિડની મેળવનાર લિઝા પ્રથમ મહિલા અને બીજી દર્દી બની ગઈ છે.એનવાયયુ લેન્ગોનના ડોક્ટર રોબર્ટ મોંટગોમરીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં લગભગ 808000 દર્દીઓની કિડની છેલ્લા સ્ટેજ પર છે. પરંતુ, ગત વર્ષે માત્ર ૨૭,૦૦૦ લોકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ શકય બન્યું હતું. લિઝાને ડુક્કરની કિડનીથી મળેલા નવજીવન સાથે નવી વૈજ્ઞાનિક પદ્ધતિ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, લિઝાનું સ્વાસ્થ્ય એટલી હદે ખરાબ હતું કે, તેણીએ જીવવાની આશા છોડી દીધી હતી.


કિડની અને અન્ય પ્રત્યારોપણની પ્રચંડ માંગ છે

કિડની અને અન્ય પ્રત્યારોપણની પ્રચંડ માંગ છે

ડોક્ટર્સે ૪ એપ્રિલના રોજ લિઝાના હૃદયને શક્તિ આપવા માટે એલવીએડીનું પ્રત્યારોપણ કર્યું હતું અને 12 એપ્રિલના રોજ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. આ સર્જરીમાં હાલમાં લાંબા ગાળાની સફળતાની આગાહી કરવી શક્ય નથી. કેમકે અત્યાર સુધી નવા અંગનો અસ્વીકાર કર્યો નથી. કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતા અનેક દર્દીઓ માટે આ કિસ્સો આશાની કિરણ સમાન છે. હાલના સમયે કિડની અને અન્ય પ્રત્યારોપણની પ્રચંડ માંગ છે. પરંતુ લગભગ પૂરતા અંગોના દાતા ઉપલબ્ધ નથી. જો કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં, વૈજ્ઞાનિકોએ અમાનવીય પ્રજાતિઓમાંથી મનુષ્યોમાં અંગો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેને ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top