Tennis player Radhika Yadav Murder Case: આ કારણે ટેનિસ પ્લેયર દીકરી પર પિતાએ વરસાવી દીધી ગોળીઓ;

Tennis player Radhika Yadav Murder Case: આ કારણે ટેનિસ પ્લેયર દીકરી પર પિતાએ વરસાવી દીધી ગોળીઓ; પિતાનું મોટું કબૂલનામું

07/11/2025 National

SidhiKhabar

SidhiKhabar

Tennis player Radhika Yadav Murder Case: આ કારણે ટેનિસ પ્લેયર દીકરી પર પિતાએ વરસાવી દીધી ગોળીઓ;

Tennis player Radhika Yadav shot dead by father in Gurugram:  દિલ્હીની નજીક આવેલા ગુરુગ્રામમાં એક હૃદયદ્રાવક ઘટનામાં 25 વર્ષીય રાજ્ય સ્તરની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેના જ પિતા દીપક યાદવે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના માટે આરોપી દીપકે પોલીસ પૂછપરછ દરમિયાન જે કારણ આપ્યું છે તે ચોંકાવનારું છે. પોલીસના જણાવ્યા અનુસાર, દીપકે કહ્યું કે, તાજેતરમાં રાધિકાએ ટેનિસ એકેડેમી ખોલી હતી. ત્યારબાદ લોકો મને ટોણા મારવા લાગ્યા કે હું મારી પુત્રીની કમાણી ખાઈ રહ્યો છું. મારી વારંવાર વિનંતી છતા, રાધિકા એકેડેમી બંધ કરી રહી નહોતી. જેનાથી ગુસ્સે થઈને મેં તેને ગોળી મારી દીધી.


રાધિકા યાદવ એક ઉભરતી ટેનિસ ખેલાડી હતી

રાધિકા યાદવ એક ઉભરતી ટેનિસ ખેલાડી હતી

પોલીસે આરોપી દીપક યાદવની ધરપકડ કરી છે. તેની લાઇસન્સ પ્રાપ્ત રિવોલ્વર પણ જપ્ત કરવામાં આવી છે. રાધિકા યાદવ હરિયાણાની ઉભરતી ટેનિસ ખેલાડી હતી. તેણે રાજ્ય સ્તરની ઘણી ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 23 માર્ચ 2000ના રોજ જન્મેલી રાધિકા ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (ITF)માં ડબલ્સ ટેનિસ ખેલાડી તરીકે 113મા ક્રમે હતી.

ગુરુવારે ગુરુગ્રામના સુશાંત લોક ફેઝ-2 સ્થિત એક ઘરમાં બનેલી આ ઘટના અંગે રાધિકાના કાકા કુલદીપ યાદવે સેક્ટર 56 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કુલદીપે જણાવ્યું હતું કે તે તેની પત્ની સીમા અને પુત્રી અનમોલ સાથે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે. ભાઈ દીપક યાદવ તેની પત્ની મંજુ, પુત્ર ધીરજ અને પુત્રી રાધિકા સાથે પહેલા માળે રહે છે.

કુલદીપે જણાવ્યું કે, ગુરુવારે સવારે લગભગ 10:30 વાગ્યે ગોળીનો અવાજ સાંભળીને, તે અને તેનો પુત્ર પીયૂષ પહેલા માળે પહોંચ્યા અને રાધિકાને રસોડામાં લોહીથી લથપથ હાલતમાં પડેલી જોઈ. રૂમમાં દીપકની લાઇસન્સવાળી રિવોલ્વર ડ્રોઇંગ પડી હતી. તેઓ તાત્કાલિક રાધિકાને સેક્ટર 56માં આવેલી એશિયા મારિંગો હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. ઘટના સમયે ઘરમાં માત્ર દીપક, તેની પત્ની મંજુ અને રાધિકા જ હાજર હતા. મને લાગે છે કે રાધિકાની હત્યા તેના ભાઈ દીપકે કરી છે.


આરોપી પિતાની મોટી કબૂલાત

આરોપી પિતાની મોટી કબૂલાત

પોલીસે પિતા દીપક યાદવની પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે કહ્યું કે મારી પુત્રી રાધિકા ટેનિસ ખેલાડી હતી. તેણે ઘણી ટ્રોફી જીતી હતી. થોડા સમય અગાઉ ખભામાં ઈજા થવાને કારણે તેણે રમત છોડીને પોતાની ટેનિસ એકેડેમી ખોલી.ત્યારબાદ, જ્યારે પણ હું દૂધ લેવા વઝીરાબાદ ગામમાં જતો હતો, ત્યારે લોકો મને ટોણો મારતા કે હું મારી પુત્રીની કમાણી ખાઈ રહ્યો છું. કેટલાક લોકોએ રાધિકાના ચારિત્ર્ય પર પણ સવાલ ઉઠાવતા હતા.

દીપક યાદવે પોલીસને જણાવ્યું કે જ્યારે મેં રાધિકાને એકેડેમી બંધ કરવાનું કહ્યું ત્યારે તેણે ના પાડી દીધી. જેના કારણે હું તણાવમાં હતો અને મારા માન-સન્માનને ઠેસ પહોંચી રહી હતી. આ તણાવમાં મેં મારી લાઇસન્સવાળી રિવોલ્વરથી પાછળથી રાધિકાની કમર પર 3 ગોળીઓ મારી દીધી. ઘટના સમયે ઘરમાં તે, પત્ની મંજુ અને રાધિકા ઘરે હતા. તેનો પુત્ર ધીરજ પ્રોપર્ટી ડીલરની ઓફિસ ગયો હતો.

પોલીસે જણાવ્યું કે ગુનામાં વપરાયેલી રિવોલ્વર ઘટનાસ્થળેથી મળી આવી છે. તેમાં 5 શેલ અને એક લાઈવ કારતૂસ હતી. રિવોલ્વરની ફોરેન્સિક તપાસ માટે ફિંગરપ્રિન્ટ લેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, દીપકની પત્ની મંજુએ નિવેદન આપવાનો ઇનકાર કરતા કહ્યું કે તેને તાવ આવી રહ્યો હતો એટલે તે રૂમમાં સૂતી હતી. તેને ખબર નથી કે આ ઘટના કેમ અને કેવી રીતે બની.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top