નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કર્યા બાદ કુંભાણીએ પત્નીને કર્યા આગળ! પત્નીએ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર

નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કર્યા બાદ કુંભાણીએ પત્નીને કર્યા આગળ! પત્નીએ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ!

04/26/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કર્યા બાદ કુંભાણીએ પત્નીને કર્યા આગળ! પત્નીએ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર

સુરત લોકસભા બેઠકના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસે નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. લોકસભાની ચૂંટણી માટે તેમનું ફોર્મ રદ્દ થયું એ પછી કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે. શિસ્ત સમિતિની બેઠકમાં નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે આ અંગે નિલેશ કુંભાણીની પત્નીની પ્રતિક્રિયા સામે આવી છે.


લોકો તો કોઈ પણ વાતો કરે - નીતા કુંભાણી

લોકો તો કોઈ પણ વાતો કરે - નીતા કુંભાણી

નિલેશ કુંભાણીની પત્ની નીતા કુંભાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સુરતમાં સમગ્ર ઘટનાક્રમ બાદ નિલેશ કુંભાણી ગાયબ છે.તેવામાં નિલેશ કુંભાણી ક્યાં છે તે અંગે તેમની પત્નીએ જણાવ્યું કે તેઓ ફોર્મ રદ્દ થયું એટલે એના માટે જ કાર્યવાહી કરવા નિલેશ અમદાવાદ જવા રવાના થયા હતા.

તેમણે વધુમાં કહ્યું કે "લોકો તો કોઈ પણ વાતો કરે. શું નિલેશ કુંભાણીએ જાતે ક્યારેય કહ્યું કે તે ભાજપમાં જોડાશે? આ ભાજપનું પોતાનું કારનામું છે. ભાજપ દ્વારા મિલીભગત કરી ફોર્મ રદ કરાવવામાં આવ્યું છે. હવે તેમના પર આરોપો લગાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પક્ષની સાથે જ રહીને પક્ષના અંદરો અંદરના કાર્યકરો પણ નિલેશને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે.


પત્નીએ કોંગ્રેસ પર લગાવ્યો આરોપ

પત્નીએ કોંગ્રેસ પર લગાવ્યો આરોપ

નિલેશ કુંભાણીની પત્નીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે જ્યારે વોટ માગવાનો સમય હતો ત્યારે પક્ષના કાર્યકરો સાથે આવતા ન હતા. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું ત્યારે પણ કાર્યકરોએ મદદ કરી નથી. હવે જયારે કાર્યકરોએ સાથ આપવાની જરૂર છે ત્યારે બધા ઘરે આવીને પરિવારને બદનામ કરે છે અને નિલેશ કુંભાણીને બદનામ કરે છે. પક્ષની સાથે જ રહીને નિલેશ હાઈકોર્ટમાં અપીલ કરવા માટે ઘરેથી નીકળ્યા છે. અમદાવાદ જવા રવાના થયા ત્યાં સુધી પરિવારના સંપર્કમાં જ હતા. જે બાદ તેમનો સંપર્ક નથી થઈ રહ્યો. આ અંગે તેમની પત્નીને પૂછવામાં આવતા તેમણે એમ પણ કહ્યું કે એ અપીલ કરવા ગયા છે, નવરા નથી કે બધાની સાથે જ વાતો કરતા ફરે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top