લોકસભા ચુંટણીનું બીજા તબક્કાનું મતદાન થયું પૂર્ણ, સૌથી વધુ મતદાન સાથે ત્રિપુરા રાજ્ય આગળ, જ્યાર

લોકસભા ચુંટણીનું બીજા તબક્કાનું મતદાન થયું પૂર્ણ, સૌથી વધુ મતદાન સાથે ત્રિપુરા રાજ્ય આગળ, જ્યારે મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું...., જાણો

04/26/2024 National

SidhiKhabar

SidhiKhabar

લોકસભા ચુંટણીનું બીજા તબક્કાનું મતદાન થયું પૂર્ણ, સૌથી વધુ મતદાન સાથે ત્રિપુરા રાજ્ય આગળ, જ્યાર

લોકસભા ચુંટણીનું આજનું બીજા તબક્કાનું ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૮૮ બેઠકો પરનું  મતદાન સાંજે ૬ વાગ્યે પૂર્ણ થયું છે. ૮૮ લોકસભા બેઠકો પરના વિવિધ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોનું ભાવી મતદાન મશીનમાં સીલ થઇ ચૂક્યું છે. બીજા તબક્કામાં લોકસભા સ્પીકર ઓમ બિરલા, 5 કેન્દ્રીય મંત્રીઓ, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને 3 ફિલ્મ સ્ટાર મેદાનમાં હતા. આ સિવાય રાહુલ ગાંધી, શશિ થરૂર અને હેમા માલિનીની સીટો પર પણ વોટિંગ થઈ ગયું છે.


ત્રિપુરામાં સૌથી વધુ મતદાન

ત્રિપુરામાં સૌથી વધુ મતદાન

સાંજે 5 વાગ્યા સુધી ત્રિપુરામાં સૌથી વધુ 76.23% મતદાન થયું હતું. જ્યારે મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું 53% મતદાન જ થયું હતું. ત્યારે મણિપુરના ઉખરુલથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક શંકાસ્પદ લોકો એક બૂથમાં ઘૂસ્યા છે. તેના પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે લોકશાહીને હાઇજેક કરવાનો આરોપ લગાવ્યો હતો.

આજના બીજા તબક્કાના મતદાન સમયે તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્રીય દળો બંગાળની બે લોકસભા સીટ બાલુરઘાટ અને રાયગંજમાં મહિલાઓને મતદાન કરવાથી રોકી રહ્યાં છે. બાલુરઘાટમાં બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદાર અને તૃણમૂલ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.


આજ પછી 5 તબક્કાનું મતદાન 1 જૂન સુધીમાં પૂર્ણ

આજ પછી 5 તબક્કાનું મતદાન 1 જૂન સુધીમાં પૂર્ણ

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં 1,202 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1,098 પુરૂષ અને 102 મહિલા ઉમેદવારો છે. બે ઉમેદવારો ત્રીજા લિંગના છે. અગાઉ 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થયું હતું. આજ પછી 5 તબક્કાનું મતદાન 1 જૂન સુધીમાં પૂર્ણ થશે. આ પછી 4 જૂને પરિણામ જાહેર થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top