પંજાબથી પરત ફરતી વખતે પીએમ મોદીએ કહ્યું : ‘તમારા સીએમને ધન્યવાદ કહેજો, હું જીવતો પરત ફરી શક્યો’

પંજાબથી પરત ફરતી વખતે પીએમ મોદીએ કહ્યું : ‘તમારા સીએમને ધન્યવાદ કહેજો, હું જીવતો પરત ફરી શક્યો’

01/05/2022 National

SidhiKhabar

SidhiKhabar

પંજાબથી પરત ફરતી વખતે પીએમ મોદીએ કહ્યું : ‘તમારા સીએમને ધન્યવાદ કહેજો, હું જીવતો પરત ફરી શક્યો’

નેશનલ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબ પ્રવાસે ગયા હતા અને જ્યાં ફિરોજપુર ખાતે એક રેલીને સંબોધન કરવાના હતા. પરંતુ આ દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક જોવા મળી અને સડક માર્ગે જતી વખતે પ્રદર્શનકારીઓએ તેમનો રસ્તો બ્લોક કરી દેતા વડાપ્રધાન વીસ મિનીટ સુધી ફસાઈ રહ્યા હતા. ત્યારબાદ તેઓ પ્રવાસ રદ કરીને પરત ફર્યા હતા.



આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના સીએમ પર નિશાન સાધ્યું છે. ન્યુઝ એજન્સી ANI નાં અહેવાલ અનુસાર, વડાપ્રધાન મોદીએ ભટીંડા એરપોર્ટ ઉપર આવીને અધિકારીઓને કહ્યું હતું કે, ‘તમારા મુખ્યમંત્રીને આભાર કહેજો કે હું ભટીંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી દાખવવા બદલ ભાજપે પંજાબ સરકારને આડે હાથ લીધી છે અને સીએમ ચરણજીત સિંઘ ચન્નીનું રાજીનામુ માગ્યું છે. તો બીજી તરફ, પંજાબ સરકાર બરખાસ્ત કરવાની માગ પણ ઉઠી હતી.


મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, પીએમની સુરક્ષા સાથે બેદરકારી દાખવીને દેશ સાથે દગો કરવાની નિષ્ફળ કોશિશ કરવામાં આવી છે. જ્યારે વિપક્ષી પાર્ટીઓએ પણ આ મામલે સવાલ ઉઠાવ્યા છે. શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, ‘પીએમની સુરક્ષામાં ચૂક ગંભીર મામલો છે. રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ દ્વારા આ મામલાની તપાસ થવી જોઈએ.

અહીં ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આજે પંજાબના ફિરોજપુરમાં એક રેલી સંબોધિત કરવા જઈ રહ્યા હતા. દરમ્યાન, વરસાદના કારણે તેમને જમીનમાર્ગે લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો અને પંજાબ પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. પરંતુ રસ્તામાં પ્રદર્શનકારીઓએ વડાપ્રધાનનો રસ્તો રોકી લીધો હતો અને લગભગ 20 મિનીટ સુધી પીએમનો કાફલો ફસાઈ રહ્યો. ત્યારબાદ વડાપ્રધાન ત્યાંથી જ પરત ફર્યા હતા અને કાર્યક્રમમાં ભાગ ન લઇ શક્યા.


આ ઘટનાના કેટલીક તસવીરો તો વિડીયો સામે આવ્યા છે. એક વિડીયોમાં જોવા મળે છે કે પીએમના કાફલાની સાથે કેટલાક પ્રદર્શનકારીઓ દોડતા જોવા મળે છે. પીએમની સુરક્ષામાં જોવા મળેલી આ ભારે બેદરકારીના કારણે પંજાબની સરકાર પર માછલાં ધોવાઈ રહ્યા છે તો બીજી તરફ વડાપ્રધાને પણ આ મામલે આડકતરી રીતે નારાજગી વ્યક્ત કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top