ગાયકવાડે તેની બેટિંગથી મન મોહી લીધુ..'બન્યો આ તોફાની રેકોર્ડ સર્જનાર પ્રથમ ભારતીય બેટ્સમેન, છતા

ગાયકવાડે તેની બેટિંગથી મન મોહી લીધુ..'બન્યો આ તોફાની રેકોર્ડ સર્જનાર પ્રથમ ભારતીય બેટ્સમેન, છતાંય નહીં મળે T20 વર્લ્ડકપમાં સ્થાન! જાણો કેમ?

04/15/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ગાયકવાડે તેની બેટિંગથી મન મોહી લીધુ..'બન્યો આ તોફાની રેકોર્ડ સર્જનાર પ્રથમ ભારતીય બેટ્સમેન, છતા

IPL 2024. CSK : IPL 2024માં રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે તૂફાની મેચ રમાઈ. જેમાં CSKની જીત થઈ. છેલ્લી ઓવરમાં એમએસ ધોનીએ એન્ટ્રી મારીને સ્કોરને વધારી દીધો. જેના કારણે ચેન્નાઈ 20 રનથી જીતવામાં સફળ રહ્યું. ચેન્નાઈની જીતમાં શ્રીલંકાના યુવા પેસર મથીષા પથિરાયાએ પણ મોટી ભુમિકા નિભાવી. તો બેટિંગમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પણ 40 બોલ પર 69 રનની ઈનિંગ રમી. જેની પણ સ્કોર બોર્ટ પર ખૂબ અસર થઈ.


બેટિંગથી મન મોહી લીધુ

બેટિંગથી મન મોહી લીધુ

ઋતુરાજે પોતાની બેટિંગથી મન મોહી લીધુ. આટલા પ્રચંડ ફોર્મમાં હોવા છતાં તેમની ટી20 વર્ક કપમાં જગ્યા બનાવવી મુશ્કેલ દેખાઈ રહી છે. આ ઈનિંગની સાથે જ તેમણે એ કમાલ કરી નાખ્યો છે જે આઈપીએલ ઈતિહાસમાં કોઈ બીજો ભારતીય બેટ્સમેન ન કરી શક્યો.

આ શાનદાર ઈનિંગની સાથે જ ગાયકવાડ આઈપીએલમાં સૌથી ઝડપી બે હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયા. વર્ષ 2020માં ચેન્નાઈ માટે પહેલી મેચ રમનાર ગાયકવાડે 58 મેચોની 57 ઈનિંગમાં આ મોટી ઉપલબ્ધિ હાસિલ કરી. ભારતીયોની વાત કરીએ તો આ તેમણે આ રેકોર્ડ કેએલ રાહુલના નામ પર હતો.



આ કારણે નહીં મળે વર્લ્ડ કપમાં જગ્યા

આ કારણે નહીં મળે વર્લ્ડ કપમાં જગ્યા

જ્યારે વાત રેકોર્ડની આવે તો વિંડીઝના બોસ ક્રિસ ગેલ અને ઓસ્ટ્રેલિયાના શોન પહેલા અને બીજા નંબર પર છે. બન્નેએ ક્રમશઃ 48 અને 52 ઈનિંગ રમી અને હવે આ બન્ને બાદ ઋતુરાજ ગાયકવાડ ત્રીજા નંબર પર આવી ગયા છે. પરંતુ આ મેગા રેકોર્ડ બનાવ્યા છતાં ગાયકવાડનું સિલેક્શન ટી20 વિશ્વ કપ ટીમાં નહીં થાય.

કારણ એ છે કે ગાયકવાડ એક્સપર્ટ્સ ઓપનર બેટ્સમેન છે અને હવે જ્યારે જાયસવાલ અને રોહિત શર્માની જગ્યા નક્કી છે અને 15 સદસ્યોની ટીમ નક્કી છે તો ટીમમાં બીજા ઓપનરની જગ્યા થવી મુશ્કેલ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top