તમારી રાશિ પ્રમાણે કરો ભગવાન ગણેશની પૂજા, અને ઈચ્છિત ફળ મેળવો

તમારી રાશિ પ્રમાણે કરો ભગવાન ગણેશની પૂજા, અને ઈચ્છિત ફળ મેળવો

09/11/2021 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

તમારી રાશિ પ્રમાણે કરો ભગવાન ગણેશની પૂજા, અને ઈચ્છિત ફળ મેળવો

પરંપરાગત રીતે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે શ્રદ્ધાળુઓ પોતપોતાના ઘર અને જાહેર ગણેશોત્સવ પંડાલમાં ગણપતિની પ્રતિમાને પ્રાણ-પ્રતિષ્ઠા સહિતની પૂજા કરીને સ્થાપિત કરે છે. સનાતન ધર્મમાં આ વ્રતનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ દિવસે ગણેશ ભગવાનનું વ્રત કરવાથી સુખ-સમૃદ્ધિ, જ્ઞાન અને બુદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે.

ગણેશ પૂજા માટે ભક્તોએ સૂર્યોદય પહેલા સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. જે બાદ ગણપતિ સામે બેસીને પૂજા પ્રારંભ કરો. તેમનું ગંગાજળથી અભિષેક કરો. જે બાદ ચોખા, ફૂલ, દૂર્વા વગેરે અર્પિત કરો. તેમની પ્રિય ચીજ મોદકનો ભોગ લગાવો. જે બાદ ધૂપ, દીપ તથા અગરબત્તી કરીને તેમની આરતી કરો. ગણેશજીના મંત્રોનો જાપ કરો

ગણેશ ચતુર્થી, સંકષ્ટી ચતુર્થી અથવા બુધવારે ભગવાન ગણેશની પૂજા -અર્ચના કરવાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. રાશિ પ્રમાણે બાપ્પાની પૂજા કરવાથી રોગો, આર્થિક સમસ્યાઓ, ભય, નોકરી, ધંધો, ઘર, વાહન, લગ્ન, બાળકો, પ્રમોશન વગેરે સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે.


રાશિ મુજબ ફળ :

મેષ : મેષ રાશિના લોકોએ 'વક્રતુંડ'  સ્વરૂપે ગણેશજીની પૂજા કરવી જોઈએ અને દરરોજ  'ગં'  અથવા ' વક્રતુંડય હૂં' મંત્રનો ૧૦૮ વાર મંત્રજાપ કરવો જોઈએ અથવા માળા કરીને ગોળનો નૈવેદ્ય ધરાવવો જોઈએ. આ સાથે, જીવનમાં કોઈપણ સમસ્યા હોય તો તે તરત જ હલ થઈ જશે.

વૃષભ : વૃષભ રાશિના લોકોએ ગણેશજીના 'શક્તિ વિનાયક' સ્વરૂપની પૂજા કરવી જોઈએ. દરરોજ 'ગં'  અથવા ' હીમ્ ગ્રીમ્ હીમ્'  મંત્રની એક માળા અથવા ૧૦૮ વાર મંત્રજાપ કરી ઘી-ખાંડની મીસરી પણ અર્પણ કરવી જોઈએ. ચોક્કસ જ તેઓને તેમની તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ મેળશે

મિથુન : મિથુન  રાશિના લોકોએ 'લક્ષ્મી ગણેશ' સ્વરૂપની પૂજા કરવી જોઈએ. ગણેશ માટે મગના  લાડુ બનાવી દરરોજ 'શ્રી ગણેશાય નમ:'  અથવા  ' ગં ગણપતયે નમ:' મંત્રનો ૧૦૮ વાર જાપ કરો અથવા એક માળા અર્પણ કરવી જોઈએ.

કર્ક : કર્ક રાશિના લોકોએ 'વક્રતુંડ' સ્વરૂપે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ અને તેઓએ દરરોજ  ' વરદાય નમ:'  અથવા  ' વક્રતુંડાય હૂં' ની એક માળાનો જાપ કરવો જોઈએ. પૂજા દરમિયાન ગણેશને સફેદ ચંદન લગાડી સફેદ ફૂલ અર્પણ કરવું જોઈએ.


સિંહ : સિંહ રાશિના લોકોએ 'લક્ષ્મી ગણેશ'ના રૂપમાં ગણેશજીની પૂજા કરવી જોઈએ અને તેમને લાલ ફૂલો ચઢાવવા જોઈએ અને બુંદીના લાડુ અર્પણ કરવા જોઈએ. ' સુમંગલાય નમ:' મંત્રની એક જપમાળાનો જાપ કરવો જોઈએ, જે તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવશે.

કન્યા : કન્યા રાશિના લોકોએ ગણેશના 'લક્ષ્મી ગણેશ' સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. પૂજા દરમિયાન દરરોજ ૨૧ જોડી દુર્વા અર્પણ કરીને ' ચિંતામણ્યે નમ:' મંત્રની એક માળા કરવી જોઈએ. આ મંત્રજાપ કરવાથી તેમના જીવનની તમામ ચિંતાઓ દૂર થઈ જશે.

તુલા : તુલા રાશિવાળા લોકોએ 'વક્રતુંડ' સ્વરૂપે ગણેશજીની પૂજા કરવી જોઈએ અને પૂજા દરમિયાન ગણેશને પાંચ નારિયેળ અર્પણ કરવા જોઈએ. તે પછી ' વક્રતુણ્ડાય નમ:' મંત્રનો ૧૦૮ વાર જાપ અથવા એક માળા કરવી જોઈએ. આના કારણે તેમને જે પણ સમસ્યાઓ આવી હોય, તે  ભગવાન ગણેશજી જલ્દીથી દૂર કરે છે.

વૃશ્ચિક : વૃશ્ચિક મંગળની નિશાની છે, તેથી આ રાશિના લોકોએ 'શ્વેતાર્ક ગણેશ' સ્વરૂપની પૂજા કરવી જોઈએ અને પૂજામાં સિંદૂર અને લાલ ફૂલ ચઢાવવા જોઈએ. જે વ્યક્તિ ' નમો ભગવતે ગજાનનાય' મંત્રનો ૧૦૮ વાર જાપ અથવા એક માળા દરરોજ કરવી. તો તે વ્યક્તિના જીવનમાં કોઈ પ્રકારનું સંકટ આવશે નહીં


ધન : જેની ધન રાશિ છે, તેણે દરરોજ ' ગં ગણપતે' મંત્રનો જાપ કરવો જોઈએ. ધનુરાશિ ગુરુની નિશાની છે, તેથી ગણેશજીને પીળા ફૂલો અર્પણ કરીને ચણાના લોટના લાડુ અર્પણ કરો. આમ કરવાથી તેમની સમસ્યાઓનો અંત તો આવશે જ સાથે સાથે ઈચ્છાઓ પણ પૂર્ણ થશે. ધન રાશિના લોકોએ ગણેશના 'લક્ષ્મી ગણેશ' સ્વરૂપની પૂજા કરવી જોઈએ. -

મકર : જેની રાશિ મકર છે તે દરેક વ્યક્તિએ દરરોજ 'શક્તિ વિનાયક' ગણેશની પૂજા કરવી જોઈએ. પૂજા દરમિયાન ગણેશને પાન, સોપારી, એલચી અને લવિંગ અર્પણ કરો અને દરરોજ ' ગં નમ:' મંત્રની માળા અથવા ૧૦૮ વાર જાપ કરો.

કુંભ : કુંભ રાશિના લોકોએ 'શક્તિ વિનાયક' ગણેશજીની પૂજા કરવી જોઈએ અને દરરોજ ' ગં મુક્તયે ફટ' મંત્રનો જપ અથવા એક માળા કરવી જોઈએ. તેનાથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થશે.

મીન : મીન રાશિના જાતકોએ 'હરિદ્રા ગણેશ' ની પૂજા કરવી જોઈએ. ' ગં ગણપતયે નમ:' અથવા ' અંતરિક્ષાય સ્વાહા' મંત્રનો એક માળા અથવા ૧૦૮ વાર મંત્રજાપ દરરોજ કરવો જોઈએ. પૂજા દરમિયાન મધ અને કેસર અર્પણ કરવા જોઈએ.

આ લેખ ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે, જે માત્ર સામાન્ય જનહિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top