ભાજપ-કોંગ્રેસને ચૂંટણી પંચની નોટિસ.' PM મોદી-રાહુલના નિવેદન પર ચૂંટણી પંચે બંને પક્ષોના અધ્યક્ષ

ભાજપ-કોંગ્રેસને ચૂંટણી પંચની નોટિસ.' PM મોદી-રાહુલના નિવેદન પર ચૂંટણી પંચે બંને પક્ષોના અધ્યક્ષને જવાબ..'જાણો સમગ્ર મામલો?

04/25/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપ-કોંગ્રેસને ચૂંટણી પંચની નોટિસ.' PM મોદી-રાહુલના નિવેદન પર ચૂંટણી પંચે બંને પક્ષોના અધ્યક્ષ

Lok Sabha Elections 2024 : આજે ચૂંટણી પંચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ના નિવેદનોને લઈને ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલી છે. બંને પક્ષો પાસેથી 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગવામાં આવ્યો છે.


બંને પક્ષોના અધ્યક્ષને જવાબ આપવા કહ્યું

બંને પક્ષોના અધ્યક્ષને જવાબ આપવા કહ્યું

ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ બંને પક્ષોના અધ્યક્ષને જવાબ આપવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો હતો અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા એ રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.

આ મામલે ચૂંટણી પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓના ભાષણો વધુ ગંભીર પરિણામો લાવી શકે છે.



કોંગ્રેસની પ્રતિક્રિયા

ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને મોકલવામાં આવેલી નોટિસ પર જયરામ રમેશ (Jairam Ramesh)એ કહ્યું કે અમે પંચને ફરિયાદ કરી હતી. ભાજપ જે રીતે ધર્મનો ઉપયોગ કરી રહી છે અથવા તો તેનો દુરુપયોગ કરી રહી છે. જે એકદમ ચિંતાજનક છે. અમે આ નોટિસનો જવાબ આપીશું.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top