હરણી લેક બોટ દુર્ઘટના મામલે મહત્ત્વની અપડેટ' ભોગ બનનાર પરિવારે હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી પ

હરણી લેક બોટ દુર્ઘટના મામલે મહત્ત્વની અપડેટ' ભોગ બનનાર પરિવારે હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી પર વધુ એક અરજી!

04/25/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

હરણી લેક બોટ દુર્ઘટના મામલે મહત્ત્વની અપડેટ' ભોગ બનનાર પરિવારે હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી પ

HARNI BOAT TRAGEDY  : વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના મામલે મહત્ત્વની અપડેટ સામે આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજીની સુનાવણી ચાલી રહી છે, ત્યારે હવે એના પર વધુ એક અરજી કરવામાં આવી છે. આ અરજી દુર્ઘટનાનો ભોગ બનનાર પરિવારે કરી છે. બોટ દુર્ઘટનામાં ભોગ બનનારના પરિજનો દ્વારા કરવામાં આવેલી અરજીમાં..


ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી પર

ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી પર

ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી પર ભોગ બનનાર પરિવારે કોટીયા પ્રોજેક્ટ, ડોલ્ફિન એન્ટરટેઈનમેન્ટ, સનરાઈઝ સ્કૂલને પક્ષકાર બનાવવા અરજી કરી કરી છે. બોટ દુર્ઘટનામાં કોટિયા પ્રોજેક્ટ પાસે એડમિનિસ્ટ્રેશનની જવાબદારી હતી, જયારે ડોલ્ફિન પ્રોજેક્ટ્સ દ્વારા મનોરંજન સ્થળે બેદરકારી પૂર્વક કામ કરાયું હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હરણી દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની કરવામાં આવેલી અરજીની સુનાવણી ચાલી રહી છે.

આજે આ સુનાવણી વખતે વધુ એક અરજી કરવામાં આવી છે. અગાઉની અરજી વખતે સરકાર દ્વારા હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં હરણી બોટ કાંડ બાદ રાજ્યમાં અન્ય ચાલતી બોટ સર્વિસનો સર્વે કરવામાં આવ્યો. જેમાં નિયમોનું પાલન ન કરતી હોય તેવી બોટ સેવા બંધ કરી દેવામાં આવી છે.


જાણો સમગ્ર દૂર્ઘટના શું હતી

જાણો સમગ્ર દૂર્ઘટના શું હતી

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તેમજ બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top