દહીંની સાથે આ વસ્તુઓનું સેવન બની શકે છે ખતરનાક તમારા પેટ માટે..!? જાણો વિગતે

દહીંની સાથે આ વસ્તુઓનું સેવન બની શકે છે ખતરનાક તમારા પેટ માટે..!? જાણો વિગતે

04/25/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

દહીંની સાથે આ વસ્તુઓનું સેવન બની શકે છે ખતરનાક તમારા પેટ માટે..!? જાણો વિગતે

દહીંમાંથી બનેલ વિવિધ પ્રકારના રાયતા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. તેનાથી હાઇડ્રેશન, પાચન અને પેટની સમસ્યાઓ દુર થાય છે. ઉનાળા દરમિયાન દહીં અને અન્ય વસ્તુઓમાંથી બનેલા રાયતા વધુ ખાવામાં આવે છે, પરંતુ કેટલીક વસ્તુઓના કોમ્બીનેશનથી બનેલા રાયતા ભૂલથી પણ ન ખાવા જોઈએ. આયુર્વેદ પ્રમાણે દહીંની સાથે કેટલીક વસ્તુઓનું મિશ્રણ ખતરનાક સ્વાસ્થ્ય માટે છે. આને ખાવાથી પેટને મોટું નુકસાન થઈ શકે છે. ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ પેટમાં દુખાવો, પેટ ફૂલવું, ગેસ, અપચો, ઉલટી, ખાટા ઓડકાર વગેરે જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.


દહીં અને ફળો

દહીં અને ફળો

દહીં પચવામાં ભારે અને સ્વાદમાં ખાટુ હોય છે, જ્યારે ફળો સામાન્ય રીતે પચવામાં હળવા અને મીઠા હોય છે. બંનેના ગુણો સાવ વિપરીત છે. જ્યારે બંને એકસાથે ખાવામાં આવે છે, ત્યારે તે પાચનની અગ્નિ ઘટાડવાનું કામ કરે છે. જેના કારણે શરીરમાં ઝેરી તત્વો ઉત્પન્ન થઈ શકે છે. માટે આયુર્વેદ પ્રમાણે દહીં સાથે ફળોનું સેવન ટાળવું જોઈએ.


કાકડીનું રાયતું

કાકડીનું રાયતું

આયુર્વેદના વર્ણન પ્રમાણે દહીં અને કાકડીને ક્યારેય એકસાથે ન ખાવા જોઈએ. તે બંનેનું મિશ્રણ શરીર માટે નુકસાનકારક છે. તેને એકસાથે ખાવાથી લાળ અને કફ જેવી સમસ્યા થઈ શકે છે. તેના કારણે સાઇનસ કન્જેશન પણ થઇ શકે છે. તેથી કાકડી અને દહીં હંમેશા અલગ-અલગ ખાવા જોઈએ.


દહીં અને તળેલો ખોરાક

દહીં અને તળેલો ખોરાક

દહીં અને તળેલો ખોરાક બંને પચવામાં ભારે અને ખૂબ જ મુશ્કેલ હોય છે. આથી જ્યારે બંને એકસાથે ખાવામાં આવે છે, ત્યારે પાચનની પ્રક્રિયામાં ખલેલ પડે છે. તેનાથી ગેસ અને અપચો થઈ શકે છે. માટે આયુર્વેદમાં બંનેને સાથે ખાવા પર મનાઈ છે.


દહીં અને શુદ્ધ મીઠું અથવા ખાંડ

દહીં અને શુદ્ધ મીઠું અથવા ખાંડ

દહીંમાં રિફાઈન્ડ મીઠું કે ખાંડ ક્યારેય ભેળવવી ન જોઈએ. બંને વસ્તુઓમાંથી પોષણ મળતું નથી, તેથી તેને દહીંમાં ભેળવીને ખાવાથી દહીંના સારા બેક્ટેરિયા ઓછા થાય છે, અને દહીંથી કોઈ ફાયદો થતો નથી.


દહીં અને માંસ-માછલી

દહીં અને માંસ-માછલી

ભૂલથી પણ ક્યારેય મીટ કે સીફૂડ ક્યારેય દહીં સાથે ન ખાવું જોઈએ. વાસ્તવમાં જ્યારે એનિમલ પ્રોટીન અને ડેરી પ્રોટીનને એકસાથે ખાવામાં આવે છે, ત્યારે તે યોગ્ય રીતે પચતું નથી, જેના કારણે પેટની મોટી સમસ્યાઓ થઈ શકે છે. માટે બંનેને સાથે લેવાનું ટાળવું જોઈએ


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top