અમદાવાદથી સાળંગપુર હવે માત્ર ૪૦ મીનીટમાં જ પહોંચી શકશે! અમદાવાદથી જલ્દી જ શરૂ થવા જઈ રહી છે હેલ

અમદાવાદથી સાળંગપુર હવે માત્ર ૪૦ મીનીટમાં જ પહોંચી શકશે! અમદાવાદથી જલ્દી જ શરૂ થવા જઈ રહી છે હેલિકોપ્ટર રાઈડ..., જાણો વિગત

04/25/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદથી સાળંગપુર હવે માત્ર ૪૦ મીનીટમાં જ પહોંચી શકશે! અમદાવાદથી જલ્દી જ શરૂ થવા જઈ રહી છે હેલ

સાળંગપુર હનુમાન દાદાના ભક્તો દેશ દુનિયામાં ફેલાયેલા છે. સાળંગપુરના હનુમાનજી પર આસ્થા રાખનારા ભક્તોની પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે બારેમાસ ભીડ લાગેલી રહે છે. અત્યાર સુધી સાળંગપુર સુધી પહોંચવા માટે માત્ર રોડમાર્ગની સુવિધા હતી. પરંતુ હવે ઉડીને પણ સાળંગપુર પહોંચી શકાશે. અમદાવાદથી સાળંગપુરની હેલિકોપ્ટર રાઈડ જલ્દી જ શરૂ થવા જઈ રહી છે, જેમાં માત્ર 40 મિનિટમાં અમદાવાદથી સાળંગપુર પહોંચી શકાશે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચવું સરળ બનશે.


મે મહિનામાં આ સર્વિસ શરૂ થશે

મે મહિનામાં આ સર્વિસ શરૂ થશે

યાત્રાધામ વિકાસ બોર્ડ અમદાવાદથી બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ કરશે. આ માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે. ત્યારે આ સર્વિસ માટે સાળંગપુર મંદિરથી 700 મીટરનાં અંતરે બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર, મે મહિનામાં આ સર્વિસ શરૂ થતા યાત્રાળુઓને ઘણો ફાયદો થશે. રોડ માર્ગે 140 કિલોમીટરનું અંતર છે, અને અમદાવાદથી સાળંગપુર પહોંચતા લગભગ 3 કલાક લાગી જાય છે જયારે હેલિકોપ્ટર દ્વારા આ અંતર 40 મીનીટમાં જ કપાશે. જેથી આ રાઈડ શરૂ થતા ઘણો સમય બચી જશે.


બેઝ્ડ એરોટ્રાન્સ કંપની દ્વારા હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવશે

બેઝ્ડ એરોટ્રાન્સ કંપની દ્વારા હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવશે

પ્રાથમિક માહિતી મુજબ, આ હેલિકોપ્ટર રાઈડ માટે અંદાજે 30 હજાર જેટલું ભાડું હશે અને 6 લોકો બેસી શકાય તે ક્ષમતાનું હેલિકોપ્ટર હશે. યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં અંબાજી, શ્રીનાથજી, પાલિતાણા, સાળંગપુર, સોમનાથ, વડનગર, નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તલગાજરડા સહિત યાત્રાધામો પર પણ હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. બેઝ્ડ એરોટ્રાન્સ કંપની દ્વારા હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top