આ યુક્તિઓથી તમારા ઘરની વાસ્તુ ખામી જાણો અને તેને દૂર કરો

આ યુક્તિઓથી તમારા ઘરની વાસ્તુ ખામી જાણો અને તેને દૂર કરો

06/09/2022 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આ યુક્તિઓથી તમારા ઘરની વાસ્તુ ખામી જાણો અને તેને દૂર કરો

સીધી ખબર ડેસ્ક : ઈશાન ખૂણો વાસ્તુ પુરૂષનુ મસ્તિષ્ક હોય છે. તેથી આ ખૂણાના દોષનુ નિવારણ કરવાથી ઘરના વાસ્તુ દોષનુ મોટાભાગે નિવારણ થઈ જાય છે. 

ઈશાન કોણ વાસ્તુ પુરૂષનુ મસ્તિષ્ક હોય છે. તેથી આ ખૂણાના દોષનુ નિવારણ કરવાથી ઘરના વાસ્તુદોષ નુ મોટેભાગે નિવારણ થઈ જાય છે.  કેટલાક નાના નાના ઉપાયોથી ઈશાન કોણના દોષ સમાપ્ત કરી શકાય છે. પૂર્વી દિશાના દોષ પણ આ જ રીતે દૂર કરી શકાય છે.  પં શિવકુમાર શર્મા મુજબ નાના નાના ઉપાય ઈશાન અને પૂર્વી દિશા દોષથી રાહત અપાવે છે.  
જો ઈશાન ક્ષેત્રની ઉત્તરી કે પૂર્વી દિવાલ કપાયેલી હોય તો તે કપાયેલા ભાગ પર એક મોટો કાચ લગાવવો જોઈએ. તેનાથી ભવનનુ ઈશાન ક્ષેત્ર પ્રતીકાત્મક રૂપથી વધી જાય છે.

પલંગ કઈ દિશામાં રાખવો જોઈએ?

પલંગ કઈ દિશામાં રાખવો જોઈએ?
ઘણા લોકો તેમના અભ્યાસની સખત મહેનત દ્વારા સફળતા અને ઘણા બધા પૈસા મેળવવા માંગે છે, પરંતુ સદભાગ્યે તેમને કશું જ મળી શકતું નથી.
આનું કારણ તેમના નસીબ અથવા તો વાસ્તુ દોષ છે જે ઘરમાં ઉદભવે છે, તેથી તમારા વાસ્તુ દોષથી દૂર રહેવા અને અપાર સફળતા અને સંપત્તિ મેળવવા માટે આ ટીપ્સને અનુસરો.
તમારા સામાનની વ્યવસ્થા કરતી વખતે, તમારે ઘરનો ઉત્તર પૂર્વ ભાગ વધુ ખાલી રાખવો જોઈએ, તમારો પલંગ દક્ષિણ-પશ્ચિમ ભાગમાં રાખવો અથવા તેને દક્ષિણ દિશામાં રાખવો જોઈએ.

પાણી અને પુજા નો સમાન ક્યાં રાખવો?

પાણી અને પુજા નો સમાન ક્યાં રાખવો?
તમારે પાણીનું વાસણ ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ, જેથી તમને સારું ફળ મલેશે.
તમારે તમારું પૂજા સ્થાન ફક્ત ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ, જે હકારાત્મક ઉર્જા વિકસાવશે અને તમારું નસીબ ખોલશે.
જો ઈશાન ખૂણો કપાયેલો છે તો ઈશાન કોણની દિવાલ પર બૃહસ્પતિદેવ પોતાના ગુરૂ કે બ્રહ્મનુ ચિત્ર જરૂર લગાવવુ જોઈએ. સાથે જ સાધુ પુરૂષોને બેસનથી બનેલી બરફી કે લાડુનો પ્રસાદ વહેંચવો જોઈએ. 

ઈશાન ખૂણા નું મહત્વ ખૂબ જ હોય છે.

ઈશાન ખૂણા નું મહત્વ ખૂબ જ હોય છે.
ચીની માટીના પાત્રમાં જળમાં ફુલની પાંખડીઓ નાખીને મુકી શકાય છે. તેનાથી પણ ઈશાન ખૂણાનો વાસ્તુ દોષ સમાપ્ત થઈ જાય છે. 
 
ઈશાન ખૂણાની દિવાલ પર ભોજનની શોધમાં ઉડતા પક્ષીઓના ચિત્ર લગાવવા જોઈએ. તેનાથી પરિવારના આળસી સભ્યો કર્મશીલ થવા માંડશે. 
 
ઈશાન ખૂણામાં વિધિ પૂર્વક બૃહસ્પતિ યંત્રની સ્થાપના કરવી જોઈએ. 
 
જો પૂર્વ દિશા કપાયેલી છે તો પૂર્વની દિવાલ પર એક મોટો કાચ લગાવવો જોઈએ. 

પૂર્વ દિશા ના દોષ મુક્ત કરવા આ કરવું જરૂરી બને છે.

પૂર્વ દિશા ના દોષ મુક્ત કરવા આ કરવું જરૂરી બને છે.
ઘરની પૂર્વ દિશામાં સાત ઘોડા પર સવાર સૂર્ય દેવનુ ચિત્ર લગાવવાથી પણ આ દોષ ખતમ થઈ જાય છે. 
 
સૂર્યોદયના સમયે ગાયત્રીમંત્ર સાત વાર બોલીને સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવુ જોઈએ.
જો પૂર્વ દિશામાં બારી ન હોય તો પૂર્વ દિશામાં એક દીવો રોજ પ્રગટાવવો જોઈએ. 
 
પૂર્વ દિશામાં લાલ પીળા રંગનો પ્રયોગ કરવો જોઈએ. તેનાથી દિશા દોષ સમાપ્ત થાય છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top