ગુજરાત ભાજપમાં સતત થઇ રહેલા કેસરિયા વચ્ચે પક્ષના જ ધારાસભ્યનું રાજીનામું, ચર્ચાઈ રહ્યા છે નારાજ

ગુજરાત ભાજપમાં સતત થઇ રહેલા કેસરિયા વચ્ચે પક્ષના જ ધારાસભ્યનું રાજીનામું, ચર્ચાઈ રહ્યા છે નારાજગીના આ કારણો! જાણો વિગતે

03/19/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત ભાજપમાં સતત થઇ રહેલા કેસરિયા વચ્ચે પક્ષના જ ધારાસભ્યનું રાજીનામું, ચર્ચાઈ રહ્યા છે નારાજ

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. તમામ પક્ષ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે ચૂંટણી પહેલાં વડોદરા ભાજપમાં ભડકાની સ્થિતિ સર્જાઈ છે. પહેલાથી જ લોકસભાના ઉમેદવાર રંજન ભટ્ટ સામે નારાજગીના દોર ચાલી રહ્યો છે. ત્યારે આ વચ્ચે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મોડી રાતે બે વાગ્યે ઈ-મેઈલથી રાજીનામું મોકલી આપ્યું છે. કેતન ઈનામદાર સતત બે ટર્મથી સાવલીથી ભાજપના ધારાસભ્ય છે. 2012માં સાવલીથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.


ઘણા સમયથી પાર્ટીની નીતિથી નારાજ હતા

કેતન ઈનામદારના રાજીનામા અંગે મોટો ખુલાસો થયો છે કે, પક્ષમાં માન-સન્માન ન જળવાતું હોવાની વાત સામે આવી છે. કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં આવતાં તેઓ નારાજ થયા હતા. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના કુલદીપસિંહ સામે કેતન ઈનામદાર ચૂંટણી લડ્યા હતા. છેલ્લાં ઘણા સમયથી પાર્ટીની નીતિથી નારાજગી હતી. કેતન ઇનામદાર જ્યારે ગાંધીનગર આવતા હતા, ત્યારે અનેક મંત્રીઓને પોતાના વિસ્તારના કામની રજૂઆત કરતા હતા. જો કે જે કામ થવા જોઇએ તે થતા ન હોવાથી કેતન ઇનામદારમાં નારાજગી જોવા મળતી હતી. સાવલી વિસ્તારના મોટા મોટા પ્રશ્નોને અત્યાર સુધી કેતન ઇનામદારે ઉપાડેલા છે. ખેડૂતોને લગતા મુદ્દાઓ, ખેડૂતોની વાત, તેમના વિસ્તારમાં વીજળીની વાત સહિતના મુદ્દાઓ તેમણે ઉઠાવેલા છે. જો કે આ વખતે તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતા પણ પરિણામ ન આવતા આંતરિક વિખવાદ થયો હોવાની પણ માહિતી છે.


પહેલા પણ રાજીનામું ધરી દીધું હતું

પહેલા પણ રાજીનામું ધરી દીધું હતું

તો બીજી તરફ, કેતન ઈનામદારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મેઇલ દ્વારા રાજીનામું મોકલ્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કેતન ઇનામદારના વિરોધીઓને ભાજપમાં મોટા બનાવાઈ રહ્યા હોવાના મુદ્દે રાજીનામું આપ્યાની વિગત બહાર આવી છે. જો કે જયાં સુધી તેઓ અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામુ રુબરુમાંના સોંપે ત્યાં સુધી ધારાસભ્ય પદેથી તેઓનું રાજીનામું નહી ગણાય. રાજીનામું અધ્યક્ષને રુબરુ સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂર્ણ નથી કરી. અધ્યક્ષનો સમય પણ નથી લીધો.

મહત્વની વાત એ પણ છે કે, આ પહેલીવાર નથી જ્યારે ઈનામદારે રાજીનામું આપ્યું હતું. વર્ષ 2020માં અધિકારીઓ તેમની વાત નથી સાંભળતા અને વિકાસના કામો નથી થતા એમ કહી રાજીનામું ધરી દીધું હતું. જો કે, બાદમાં સમજાવટથી કેતન ઈનામદારે રાજીનામું પાછું લીધું હતું.


રાજીનામા પર વિપક્ષનો વાર

રાજીનામા પર વિપક્ષનો વાર

કેતન ઈનામદારના રાજીનામા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, કેતનભાઇ પહેલા જ કહી ચૂક્યા છે પાર્ટીમાં શું ચાલે છે. દંડ અને દંડાના જોરે ચાલતી આ સરકાર છે. પક્ષપલટાના દોરમાં જૂના અને વરિષ્ઠ નેતાઓ સાથે ભેદભાવ થાય છે. પક્ષપલટાની મોસમ અને વેલકમ પાર્ટીઓ ચાલે છે લોકોનો પ્રશ્નો ભૂલાઈ ગયા છે. કદાચ એવું પણ થાય કે કેતનભાઇ એમ કહે બધું બરાબર છે પાર્ટીમાં અમારે વાત થઈ ગઈ છે. એવો તો શું ખેલ પડ્યો છે રાતે મેઈલ કરવો પડ્યો. પાયાના કાર્યકર્તાઓને ભૂલી નવા પક્ષપલટુ કાર્યકર્તાઓને આવકારે છે. અમે દરેક વરિષ્ઠ અને જૂના નેતાઓને માન અપીયે છીએ. અમે કોઇ વેલકમ પાર્ટી નથી કરવાના. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top