ગોવિંદાએ જણાવ્યું ફરી સક્રિય રાજનીતિમાં આવવાનું કારણ, બોલ્યા- 'ટિકિટ મળવાની આશા..'

ગોવિંદાએ જણાવ્યું ફરી સક્રિય રાજનીતિમાં આવવાનું કારણ, બોલ્યા- 'ટિકિટ મળવાની આશા..'

03/29/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ગોવિંદાએ જણાવ્યું ફરી સક્રિય રાજનીતિમાં આવવાનું કારણ, બોલ્યા- 'ટિકિટ મળવાની આશા..'

બોલિવુડ એક્ટર અને પૂર્વ સાંસદ ગોવિંદા ગુરુવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં સામેલ થઈ ગયા. ચર્ચા છે કે તેમને મુંબઈ ઉત્તરમાં ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના ઉમેદવાર અમોલ કીર્તિકર વિરુદ્ધ મેદાનમાં ઉતારી શકાય છે. ગોવિંદાએ બુધવારે રાત્રે શિવસેનાના પદાધિકારી અને પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે સાથે મુલાકાત કરી હતી. હેગડેએ કહ્યું હતું કે ગોવિંદાએ રાષ્ટ્રીય સ્તર પર કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઔપચારિક રૂપે શિવસેનામાં સામેલ થયા બાદ ગોવિંદાએ મુખ્યમંત્રીનો આભાર માનતા કહ્યું કે, તેઓ 14 વર્ષના વનવાસ બાદ સક્રિય રાજનીતિમાં પ્રવેશ કરી રહ્યા છે.


ગોવિંદાએ શું કહ્યું?

ગોવિંદાએ શું કહ્યું?

ગોવિંદાએ કહ્યું કે, 14 વર્ષોના વનવાસ બાદ રાજનીતિમાં એટલે આવ્યો છું કેમ કે છેલ્લા 10 વર્ષોમાં જે કામ થયું, જે ઔરા છે, તેણે મને ખૂબ પ્રભાવિત કર્યો છે. મોદીજી રામરાજ્ય લાવ્યા છે અને મુંબઇમાં છેલ્લા 2 વર્ષોમાં જે ઔરા જોવા મળ્યો છે એકનાથજીનો, તેના કારણે હું શિવસેના સામેલ થયો છું. હું ટિકિટ મળવાની આશાથી આવ્યો નથી, પરંતુ જે પણ જવાબદારી મને આપવામાં આવશે, તેને હું ઈમાનદારીથી નિભાવીશ. જો અવસર મળ્યો તો તૈયાર રહીશ લડવા, પરંતુ હું ટિકિટ મળવાની આશાથી શિવસેનામાં સામેલ થયો નથી.


મારા અહી આવવાથી ઘણા લોકોને મરચું લાગ્યું છે

મારા અહી આવવાથી ઘણા લોકોને મરચું લાગ્યું છે

ગોવિંદાએ વધુમાં કહ્યુ કે, મારાથી જે સહયોગ પાર્ટી માટે થશે, એ હું ઈમાનદારીથી કરીશ. મારા અહી આવવાથી ઘણા લોકોને મરચું લાગ્યું છે. તેમની પરચી પણ ફાટી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 2004માં સામાન્ય ચૂંટણીમાં ગોવિંદાએ કોંગ્રેસની ટિકિટ પર ઉત્તરી સીટથી ચૂંટણી લડી હતી અને ભાજપના દિગ્ગજ નેતા રામ નાઇકને હરાવ્યા હતા. જો કે, પોતાનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ ગોવિંદાએ ફરીથી એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધું અને ત્યારબાદ ક્યારેય રાજનીતિમાં ન આવ્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top