100 કરોડનું કૌભાંડ થયું તો...? કેજરીવાલ' પોતે જ વકીલ બનીને કોર્ટમાં કેસ રજૂ કર્યો..!જાણો કેજરી

100 કરોડનું કૌભાંડ થયું તો...? કેજરીવાલ' પોતે જ વકીલ બનીને કોર્ટમાં કેસ રજૂ કર્યો..!જાણો કેજરીવાલે બીજો શું ધડાકો કર્યો?

03/28/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

100 કરોડનું કૌભાંડ થયું તો...? કેજરીવાલ' પોતે  જ વકીલ બનીને કોર્ટમાં કેસ રજૂ કર્યો..!જાણો કેજરી

Arvind Kejriwal : દારુ કૌભાંડમાં ઈડીની કસ્ટડીમાં રહેલા કેજરીવાલને રાહત મળી નથી. કોર્ટે આ કેસમાં આજે ચુકાદો અનામત રાખ્યો હતો એટલે કે કેજરીવાલને જામીન આપવા કે નહીં તે અંગે કોર્ટ કોઈ નિર્ણય કરી શકી નથી. રિમાન્ડ પૂરા થતાં ઈડીએ આજે તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં તેમના સાત દિવસના રિમાન્ડ માગવામાં આવ્યાં હતા.


પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો

પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો

કેજરીવાલે વકીલ દ્વારા નહીં પરંતુ પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે જજને કહ્યું કે  ઈડીના બે જ ઉદ્દેશ્ય છે. એક, આપ (આમ આદમી પાર્ટી)ને સમાપ્ત કરવા માટે. બીજું ગેરવસૂલીનું રેકેટ ચલાવવાનો, જેના દ્વારા તેઓ પૈસા ભેગા કરી રહ્યા છે. શરથ રેડ્ડીએ ભાજપને 55 કરોડ રૂપિયા આપ્યા હતા. મારી પાસે પુરાવો છે કે આ રેકેટ ચાલી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચાર જગ્યાએ મારું નામ આવ્યું છે, માત્ર એક છે સી અરવિંદ તેમણે મારી હાજરીમાં સિસોદિયાને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. ધારાસભ્યો દરરોજ મારા ઘરે આવે છે.

શું આ નિવેદન ચૂંટાયેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરવા માટે પૂરતું છે?. કેજરીવાલે ઇડીના અધિકારીઓને તેમના સારા વર્તન બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. કેજરીવાલે કહ્યું- કોઈ પણ કોર્ટે મને દોષી નથી માન્યો. ચાર લોકોએ મારી વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને તેના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી.કેજરીવાલે કોર્ટને એવું પણ કહ્યું કે જો 100 કરોડનું કૌભાંડ થયું હોય તો તેના પૈસા ક્યાં ગયા?



28 માર્ચે કેજરીવાલે દારુ કૌભાંડમાં ખુલાસો કરશે-સુનિતા કેજરીવાલ

28 માર્ચે કેજરીવાલે દારુ કૌભાંડમાં ખુલાસો કરશે-સુનિતા કેજરીવાલ

અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે બુધવારે દાવો કર્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી 28 માર્ચે કોર્ટમાં "મોટો ખુલાસો" કરશે. સુનીતા કેજરીવાલે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેમના પતિ 28 માર્ચે કોર્ટમાં કથિત દારૂ કૌભાંડ વિશે સત્ય જણાવશે અને પુરાવા પણ રજૂ કરશે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top