‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો આ એક્ટર છેલ્લા 4 દિવસથી ગાયબ! પિતાએ જણાવ્યું અભિનેતાની માનસિક સ્થ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો આ એક્ટર છેલ્લા 4 દિવસથી ગાયબ! પિતાએ જણાવ્યું અભિનેતાની માનસિક સ્થિતિ કેવી હતી?

04/27/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો આ એક્ટર છેલ્લા 4 દિવસથી ગાયબ! પિતાએ જણાવ્યું અભિનેતાની માનસિક સ્થ

T M K U C Missing Actor : ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા ગુરચરણ સિંહ છેલ્લા ચાર દિવસથી ગાયબ છે. તેના પિતાએ દિલ્હી પોલીસને આ માહિતી આપી છે. તેના પિતાના જણાવ્યા અનુસાર ગુરુચરણ સિંહ સોમવારે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યા હતા. તે મુંબઈ જઈ રહ્યો હતો. પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો ફર્યો છે.


અભિનેતાની માનસિક સ્થિતિ કેવી હતી?

અભિનેતાની માનસિક સ્થિતિ કેવી હતી?

એક ખાનગી ન્યુઝ પોર્ટલના અહેવાલ મુજબ, ગુરુચરણ સિંહના પિતાએ પોલીસ સ્ટેશન જઈને અભિનેતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘મારો પુત્ર ગુરચરણ સિંહ, ઉંમર: 50 વર્ષ, 22 એપ્રિલે સવારે 8:30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયો, પરંતુ ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો આવ્યો. તેનો ફોન પણ લાગી રહ્યો નથી. તે માનસિક રીતે સ્થિર છે. અમે તેની શોધખોળ કરી, પરંતુ તે ગાયબ છે.

હરગીત સિંહે કહ્યું- SHOએ મુધેને ફોન કર્યો હતો અને તેમણે મને ખાતરી આપી છે કે તેઓ ગુરચરનને જલ્દી શોધી લેશે. મને આશા છે કે ગુરચરન ઠીક છે અને તે ખુશ છે. તે હવે જ્યાં પણ છે, ભગવાન તેને સુરક્ષીત રાખે.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કેમ છોડી?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કેમ છોડી?

ગુરુચરણ સિંહ છેલ્લે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીના રોલમાં જોવા મળ્યા હતા. તેણે તેના પિતાની તબિયતની સમસ્યાને કારણે ટીવી શો છોડી દીધો હતો. તેણે કહ્યું કે તે પોતાનો બધો સમય પોતાના પરિવાર પર કેન્દ્રિત કરવા માંગે છે. જો કે, શો છોડનારા અન્ય કલાકારોની જેમ, નિર્માતાઓએ ગુરુચરણને તેમની બાકી રકમ ચૂકવી ન હતી. જ્યારે જેનિફર મિસ્ત્રીએ તેની સામે અવાજ ઉઠાવ્યો ત્યારે જ નિર્માતાઓએ તેની બાકી ચૂકવણી કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top