અમેરિકામાંથી આવ્યા દુઃખદ સમાચાર, સર્જાયો ગંભીર અકસ્માત: 3 ગુજરાતી મહિલાઓનાં મોતથી સમાજમાં શોકનો

અમેરિકામાંથી આવ્યા દુઃખદ સમાચાર, સર્જાયો ગંભીર અકસ્માત: 3 ગુજરાતી મહિલાઓનાં મોતથી સમાજમાં શોકનો માહોલ!

04/27/2024 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકામાંથી આવ્યા દુઃખદ સમાચાર, સર્જાયો ગંભીર અકસ્માત: 3 ગુજરાતી મહિલાઓનાં મોતથી સમાજમાં શોકનો

Road Accident: અમેરિકામાંથી વધુ એક વખત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રોડ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોતના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે ત્રણેય મહિલાઓ આણંદ જીલ્લાનાં બોરસદ તાલુકાની વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં ત્રણ મહિલાનાં મોત થતા સમાજમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.


કઈ રીતે અકસ્માતની ઘટના બની

કઈ રીતે અકસ્માતની ઘટના બની

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમેરિકામાં એન્ટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા સમયે કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ ગુજરાતી મહિલાના મોત થયા હતા. આ ત્રણેય મહિલા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ મહિલાઓના મોતથી વતનમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. મૃતક મહિલાઓમાં રેખાબેન દિલીપ ભાઈ પટેલ, સંગીતાબેન ભાવેશભાઈ પટેલ અને મનિષા બેન રાજેન્દ્રભાઇ પટેલનો સમાવેશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top